- રાજ કુંદ્રાને કોર્ટે ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
- પૂર્વ આસિસ્ટન્ટ ઉમેશ કામતે કથિત રુપે રાજનું નામ લીધુ
- ક્લિપ માટે મહિલાઓને લગભગ 10000 રુપિયા આપવામાં આવ્યા હતા
રાજ કુંદ્રાને કોર્ટે ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુંદ્રાને કોર્ટે એપના માધ્યમથી અશ્લીલ સામગ્રીના પ્રસારના કેસમાં ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. કુંદ્રાની સોમવારે આ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર અશ્લીલ સામગ્રીના નિર્માણ અને પ્રસાર કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે રાજ કુંદ્રા ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. ફેબ્રુઆરી મહિનામાં ક્રાઈમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને એપ પર અપલોડ કરવાનો ખુલાસો કર્યો હતો. આ મામલામાં અમે જોયું કે રાજ કુંદ્રા મુખ્ય ષડયંત્રકર્તા છે. જેમની વિરુદ્ધ પુરતા ઈલેક્ટ્રોનિક્સ પુરાવા મળ્યા છે.

મામલા સાથે જોડાયેલી મહત્વની માહિતી
- રાજ કુંદ્રાની સોમવારે મોટી રાતે પોલીસે પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. તેના પૂર્વ આસિસ્ટન્ટ ઉમેશ કામતે કથિત રુપે તેમનું નામ લીધુ હતુ. પોલીસનું કહેવું છે કે રાજ કુંદ્રા પ્રમુખ ષડયંત્રકર્તા જણાય છે. તેમની ઓફિસમાં અશ્લિલ ક્લિપ અને ઈમેલ સહિત વાંધાજનક પુરાવા મળ્યા છે.
- પોલીસના જણાવ્યાનુંસાર ક્લિપ માટે મહિલાઓને લગભગ 10000 રુપિયા આપવામાં આવ્યા હતા. જેમાંથી કેટલીકે આરોપો લગાવ્યા હતા કે તેમણે વેબ સીરિઝમાં એક્ટિંગના પ્રસ્તાવ સાથે લાવવામાં આવી હતી. બાદમાં તેમને પોર્ન શૂટ કરવા મજબૂર કરવામાં આવી છે. ફિલ્મામાં શૂટિંગ મુંબઈમાં હોટલો અને ભાડાના મકાનોમાં કરવામાં આવ્યુ હતુ. જે આ માટે ભાડે લેવામાં આવ્યા હતા.

- અશ્લીલ સામગ્રીના નિર્માણ અને સંચાલન રાજ કુંદ્રાના મુંબઈ ઓફિસથી કરવામાં આવ્યુ હતુ. પોલીસે કહ્યું કે કુંદ્રા હોટશોટ્સ એપ પર અશ્લીલ સામગ્રીના નિર્માણ અને સ્ટ્રીમિંગમાં સામેલ હતા. તેમણે દાવો કર્યો છે કે તેમણે એકને એક અન્ય આરોપી પ્રદીપ બખ્શીને વેચી દીધી હતી.
- પોલીસનું કહેવું છે કે તપાસમાં ખબર પડી છે કે કુંદ્રા એપના નાણાકિય પાસા પર નિયમિત રુપથી અપડેટ રહેતા હતા અને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતુ જેના પર હોટ્શોર્ટ્સ ક્લિપનું નિર્માણ, વિતરણ અને વેચાણની ચર્ચા કરવામાં આવતી હતી.
- મુંબઈ પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી લગભગ 7.5 કરોડ રુપિયા જપ્ત કરવામાં આવી ચૂક્યા છે અને શક્ય છે કે કુંદ્રાએ ભારતમાં સખ્ત અશ્લીલતા વિરોધી કાયદાથી બચવા માટે બ્રિટનમાં એક કંપની બનાવી હોઈ શકે છે.