બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / Shatrughan Sinha and Sunny Deol became MPs but never spoke a word in Parliament

Lok Sabha / શત્રુઘ્ન સિન્હા અને સની દેઓલ... સાંસદ તો બની ગયા પણ સંસદમાં એક શબ્દ ન બોલ્યા: આ 9 MPએ કર્યું સૌથી ઓછું કામ

Megha

Last Updated: 01:30 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શત્રુઘ્ન અને સની સહિત લોકસભામાં કુલ 9 સાંસદો એવા હતા જેઓ તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન એક પણ વખત બોલ્યા ન હતા. ચાલો જાણીએ એ નવ સાંસદો કોણ છે અને તેઓ કઈ પાર્ટીના છે.

  • ફિલ્મી પડદે 'ખામોશ' કહેતા અભિનેતા લોકસભાની અંદર 'મૌન' રહ્યા. 
  • 'તારીખ પે તારીખ' બોલતા અભિનેતાની લોકસભામાં બોલવાની તારીખ નથી આવી.  
  • આ સાંસદોએ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ગૃહમાં એક પણ ભાષણ આપ્યું નથી.

દેશની સંસદને દેશના સામાન્ય નાગરિકોનો અવાજ કહેવામાં આવે છે. 6 થી 7 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો સંસદમાં પહોંચે છે. તેઓ દેશના સર્વોચ્ચ ગૃહમાં તેમના વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ ઉઠાવે છે. પરંતુ એક રિપોર્ટ અનુસાર સંસદમાં કેટલાક સાંસદ એવા છે જેમણે પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ગૃહમાં એક પણ ભાષણ આપ્યું નથી.

પોલિટીક્સના કારણે રાજેશ ખન્નાથી ગુસ્સે હતા શત્રુઘ્ન સિંહા: કહ્યું તેમની મોત  પહેલા માફી માંગવી હતી | shatrughan sinha reveals rajesh khanna was upset  that he contested ...

ફિલ્મી પડદે 'ખામોશ' કહેતા અભિનેતા લોકસભાની અંદર 'મૌન' રહ્યા
જ્યારે શત્રુઘ્ન સિન્હા ફિલ્મી પડદે 'ખામોશ' કહેતા ત્યારે સિનેમા હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠતો. બોલિવૂડમાંથી રાજકારણમાં આવેલા શત્રુઘ્નને એપ્રિલ 2022માં તૃણમૂલ કોંગ્રેસે આસનસોલથી લોકસભામાં મોકલ્યા હતા. 17મી લોકસભાનો કાર્યકાળ પૂરો થયો, પરંતુ આસનસોલના સાંસદે સંસદમાં એક શબ્દ પણ ન બોલ્યો. તેઓ લોકસભાની અંદર 'મૌન' રહ્યા હતા. તેમની જેમ અભિનેતામાંથી રાજકારણી બનેલા સની દેઓલે પણ લોકસભામાં ભાષણ તો છોડો એક પ્રશ્ન પણ પૂછ્યો ન હતો. શત્રુઘ્ન અને સની સહિત 17મી લોકસભામાં કુલ 9 સાંસદો એવા હતા જેઓ તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન એક પણ વખત બોલ્યા ન હતા. ચાલો જાણીએ એ નવ સાંસદો કોણ છે અને તેઓ કઈ પાર્ટીના છે.

'તારીખ પે તારીખ' બોલતા અભિનેતાની લોકસભામાં બોલવાની તારીખ નથી આવી 
સંસદનું બજેટ સત્ર અને 17મી લોકસભાનો કાર્યકાળ બે દિવસ પહેલા પૂરો થયો. સંસદમાં 543 સાંસદોમાંથી, 9 સાંસદો કે જેઓ બોલ્યા ન નહતા. સિલ્વર સ્ક્રીન પર સની દેઓલનો 'તારીખ પે તારીખ' ડાયલોગ આજે પણ યાદ છે. પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં ગુરદાસપુરના ભાજપના સાંસદની લોકસભામાં બોલવાની તારીખ આવી નથી. તેમણે 17મી લોકસભામાં એક પણ શબ્દ બોલ્યો ન હતો. તેમના સિવાય શત્રુઘ્ન સિન્હાએ પણ સાંસદમાં ન તો કોઈ પ્રશ્ન પૂછ્યો કે ન તો તેના વિસ્તારને લગતો કોઈ મુદ્દો ઉઠાવ્યો હતો.

સની દેઓલ હવે પ્રોડ્યુસ નહીં કરે કોઈ ફિલ્મ: પૈસા ન હોવાના કારણે લીધો નિર્ણય,  કહ્યું હું નાદાર થઈ ગયો છું | sunny deol bankrupt clearly said in future  will not make any

સંસદમાં કામકાજ દરમિયાન એક પણ શબ્દ ન બોલનાર નેતાઓમાં બંગાળના પી. ટીએમસી સાંસદ દિવ્યેન્દુ અધિકારી, કર્ણાટકના ભાજપના સાંસદ અને પૂર્વ મંત્રી અનંત કુમાર હેગડે, ભાજપના સાંસદ શ્રીનિવાસ પ્રસાદ અને બીજેપી સાંસદ બીએન બચે ગૌડાનો સમાવેશ થાય છે. આ સિવાય આસામના બીજેપી સાંસદ પ્રધાન બરુઆ પણ આ લિસ્ટમાં છે.

વધુ વાંચો: શંભુ બોર્ડર પર જંગ જેવો માહોલ: પોલીસે ડ્રોનથી છોડ્યાં ટિયર ગેસના ગોળાં, ખેડૂતોએ રૂમાલ બાંધીને દોટ મૂકી

આ સાંસદોએ છેલ્લા 5 વર્ષમાં સંસદમાં કોઈપણ ચર્ચામાં ભાગ લીધો નથી. આમાંથી કેટલાકે લેખિતમાં પોતાની હાજરી દર્શાવી છે. જો કે, શત્રુઘ્ન સિન્હાએ લેખિતમાં પણ સંસદીય કાર્યમાં ભાગ લીધો ન હોવાનું જોવા મળ્યું હતું. એમના સિવાય યુપીના બીજેપી સાંસદ અતુલ રાય અને કર્ણાટકના બીજેપી સાંસદ અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી રમેશ સી જીગજીગાનીએ કોઈપણ સ્વરૂપે, લેખિત અથવા મૌખિક રીતે તેમની ભાગીદારી નોંધાવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ