બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / share market opening 13 march bse sensex nse nifty

Share Market / શેર બજારની ટપોરા જેવી શરૂઆત: સેન્સેક્સ 73,877 પર, IT સ્ટોકમાં આટલો જમ્પ

Arohi

Last Updated: 10:25 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market Open Today: ઘરેલુ શેર બજારમાં આ અઠવાડિયાની શરૂઆતથી પ્રેશર બનેલું છે. જોકે આજે વૈશ્વિક બજારોમાં સ્થિતિ સકારાત્મક જોવા મળી રહી છે.

બે દિવસથી કાયમ પ્રેશર બાદ આજે બુધવારે ઘરેલુ બજારમાં રાહત જોવા મળી રહી છે. વૈશ્વિક બજારથી મળી રહેલા સપોર્ટની વચ્ચે બન્ને પ્રમુખ ઘરેલુ સુચકાંકો બીએસઈ સેંસેક્સ અને એનએસઈ નિફ્ટીએ અઠવાડિયાના ત્રીજા વેપારી દિવસની શાનદાર શરૂઆત કરી છે. 

આવુ રહ્યું શરૂઆતી સેશન 
સવારે 9.15 મિનિટ પર જ્યારે બજારમાં વ્યાપારની શરીઆત થઈ બન્ને પ્રમુખ સુચકાંક બીએસઈ સેંસેક્સ અને એનએસઈ નિફ્ટી સારી તેજીમાં હતા. સવારે 9.20 મિનિટ પર સેંસેક્સ 230 પોઈન્ટથી વધારે તેજીની સાથે 73,900 પોઈન્ટની પાસે વેપાર કરી રહ્યો હતો. આજના વેપારમાં સેંસેક્સ એક વખત ફરી 74 હજાર પોઈન્ટના સ્તરને પાર કરી શકે છે. નિફ્ટી 55 પોઈન્ટ મજબૂત થઈને 22,390 પોઈન્ટને પાર નિકળેલો હતો. 

પ્રી-ઓપન સેશનમાં આવા સંકેત 
ઘરેલુ બજાર પ્રી-ઓપન સેશનમાં હલ્કી તેજી જોવા મળી. ગિફ્ટી સિટીમાં નિફ્ટીનું વાયદા સવારે 22.459 પોઈન્ટ પર હતું જે છેલ્લા બંધ સ્તરની તુલનામાં લગભગ 10 પોઈન્ટ ઉપર હતું. પ્રી-ઓપન સેશનમાં સેંસેક્સ 330 પોઈન્ટથી વધારે વધીને ફરીથી 74 હજાર પોઈન્ટની પાસે પહોંચી ગયું હતું. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ મજબૂત થઈને 22,430 પોઈન્ટને પાર જતું રહ્યું હતું. 

વૈશ્વિક બજારોમાં તેજી 
સતત ઘટાડા બાદ વૈશ્વિક બજાર તેજીની રાહ પર છે. મંગળવારે વોલ સ્ટ્રીટે રાહતનો શ્વાસ લીધો. ડાઉન જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 0.61 ટકાની તેજીમાં બંધ થયું હતું. એસએન્ડપી 500માં 1.12 ટકાની અને નાસ્ડેક કંપોઝિટ ઈન્ડેક્સમાં 1.54 ટકાની શાનદાર તેજી આવી હતી. 

વધુ વાંચો: ફ્રી વીજળી સ્કીમ પર સબસિડી કેવી રીતે મળશે? માત્ર 6 સ્ટેપમાં સમજો સંપૂર્ણ પ્રોસેસ

આજે અઠવાડિયાના ત્રીજા દિવસે એશિયાઈ બજારમાં પણ મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાપાનની નિક્કી 0.73 ટકા વધી ચુક્યું છે. ટોપિક્સ ઈન્ડેક્સ 0.79 ટકાના ફાયદામાં છે. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.48 ટકાની તેજી છે. જોકે હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યૂચર ટ્રેન્ડમાં હલ્કા ઘટાડાનો સંકેત જોવા મળી રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ