બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / sharad pawar expressed doubt on the unity of the opposition before the meeting in bengaluru

રાજકારણ / પવારના સૂર બદલાયા? વિપક્ષની એકતા પર વ્યક્ત કરી આશંકા, TMC-કોંગ્રેસ અને CPMની દુશ્મનીને લઈને આપ્યું મોટું નિવેદન

Arohi

Last Updated: 03:41 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharad Pawar On Opposition Unity: એક બાજુ જ્યાં સીનિયર પવાર બેંગ્લોરમાં વિપક્ષની બેઠકમાં શામેલ થવા માટે રવાના થઈ ચુક્યા છે. ત્યાં જ મહારાષ્ટ્રના નવા ઉપમુખ્યમંત્રી અજીત પવાર દિલ્હીમાં એનડીએ મંથનનો ભાગ બનવાના છે.

  • વિપક્ષની એકતા પર વ્યક્ત આશંકા  
  • પવારના સૂર બદલાયા?
  • જાણો વિપક્ષને લઈને શું આપ્યું નિવેદન 

કર્ણાટકના બેંગ્લોર વિપક્ષી દળ બીજા દિવસની બેઠક માટે તૈયાર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે શરદ પવાર મંગળવારે એટલે કે બીજા દિવસે બેઠકનો ભાગ બનશે. હવે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સીનિયર પવારે વિપક્ષીની એકતા પર જ શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે એવી ઘણી મુશ્કેલીઓ છે જ્યાં તેને નજરઅંદાજ ન કરી શકાય. ખબર છે કે લગભગ 26 પક્ષ 2024 લોકસભા ચૂંટણીને લઈને મંથન કરવા જઈ રહ્યા છે. 

એક ઈન્ટરવ્યૂમાં જ્યારે સવાલ કરવામાં આવ્યે કે શું વિપક્ષી એકતા હકીકત બની શકે છે? તેના પર પવારે કહ્યું કે બધાને લાગે છે કે દેશના માટે બધી વિપક્ષી પાર્ટીઓની સાથે આવવાનું રહેશે પરંતુ આપણે એમ પણ સમજવું પડશે કે વિપક્ષી એકતા સરળ નહીં હોય. તેમણે કહ્યું, "અમને ખબર છે કે જો ભાજપને હરાવવું છે તો આપણે ભેગા રહેવું પડશે. તેમાં અમુક પરેશાનીઓ છે. જેને નજરઅંદાજ ન કરી શકાય." 

TMC કોંગ્રેસ પર નિશાન 
પવારે કહ્યું કે ઉદાહરણ માટે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ રાજનીતૈક વિરોધી છે. કેરળમાં વામપંથી અને કોંગ્રેસ વિરોધી છે. તેમણે કહ્યું કે જો આ મુદ્દાને નહીં સમજવામાં આવે તો આપણે ચૂંટણી બાદ એકતાની સંભાવનાઓ વિશે વિચારવું પડશે. તેમણે કહ્યું કે આપણે અલગ અલગ રાજકીય સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. 

માર્ચમાં જ થયેલી સાગરદિધી વિધાનસભા સીટ પર પેટાચૂંટણીએ કોંગ્રેસ અને TMCમાં તિરાડ વધારી દીધી છે. હકીકતે અહીં કોંગ્રેસના વામ દળની સાથે મળીને મમતા બેનર્જીના ગઢ અને મુસ્લિમ બહુમત ક્ષેત્રમાં TMC ઉમેદવારોને હરાવી દેવામાં આવ્યા હતા. હાલમાં થયેલી પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસાને લઈને પણ કોંગ્રેસ-TMC આમને સામને રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ