બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani vakri 2023 saturn retrograde on kumbh rashi these zodiac sign will be shine

ધર્મ / આ દિવસે સર્જાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ ત્રણ રાશિના જાતકોનું ઉઘડી જશે ભાગ્ય

Manisha Jogi

Last Updated: 04:45 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ દેવ કુંભ રાશિમાં વક્રી ચાલ અને રાજયોગ બનવાને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • શનિદેવને ન્યાય અને કર્મ ફળ પ્રદાન કરનાર માનવામાં આવે છે
  • આ દિવસે સર્જાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ
  • આ ત્રણ રાશિના જાતકોને થશે નાણાંકીય લાભ

શનિદેવને ન્યાય અને કર્મ ફળ પ્રદાન કરનાર માનવામાં આવે છે. શનિદેવ લોકોને તેમના કર્મના આધાર પર શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. શનિદેવ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે, જેઓ 17 જૂન 2023ના રોજ રાત્રે 10:48 વાગ્યે કુંભ રાશિમાં વક્રી થશે. શનિદેવ વક્રી થાય તો 17 જૂન પછી કેન્દ્ર ત્રિકોણ નામનો રાજયોગ બનશે. શનિ દેવ કુંભ રાશિમાં વક્રી ચાલ અને રાજયોગ બનવાને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

વૃષભ
આ રાશિના જાતકોને શનિ વક્રીનો લાભ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ વિશેષ સાબિત થશે. જે લોકો ઘણા સમયથી નોકરી શોધી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે. એક કરતા વધુ જગ્યાએથી નોકરી માટેના પ્રસ્તાવ મળશે. બિઝનેસ કરતા લોકોને સારો નફો અને સારી ડીલ થઈ શકે છે. 

સિંહ
આ રાશિના જાતકોને પણ શનિ વક્રીનો લાભ પ્રાપ્ત થશે. જીવનમાં નાણાંકીય લાભ અને સકારાત્મક અસર જોવા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે, જેનો તમને ભરપૂર લાભ થઈ શકે છે. ઘણા સમયથી ચાલતા વિવાદનું નિવારણ આવી શકે છે. કામ બાબતે વિદેશ યાત્રા પણ સંભવ છે. 

તુલા
આ રાશિના જાતકો માટે શનિ વક્રી શુભ સાબિત થશે. કરિઅરમાં સફળતા પ્રાપ્ત થશે. ઓફિસમાં પ્રગતિ થશે, જેના કારણે માન સમ્માનમાં પણ વધારો થશે. ભાગ્ય સાથ આપશે. અગાઉ મળેલ અસફળતા સફળતામાં પરિણમી શકે છે. પરિવારમાં ધાર્મિક આયોજન થઈ શકે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ