બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / shani retrograde in aquarius these 3 zodiac should be aware sadhesati and dhaiya

શનિ વક્રી / સાચવજો! ત્રણ રાશિના જાતકો માટે શરૂ થઈ ગઈ શનિની સાઢેસાતી, ખરાબ પરિણામોથી બચવું હોય તો કરો આ ઉપાય

Manisha Jogi

Last Updated: 11:45 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ વ્યક્તિને તેમના કર્મ અનુસાર શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે, જેની અસર લાંબા સમય સુધી રહે છે. ત્રણ રાશિના જાતકો પર થશે નકારાત્મક અસર.

  • શનિદેવ વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે
  • કેટલીક રાશિઓ પર તેની અસર જોવા મળ
  • કઈ ત્રણ રાશિના જાતકો પર થશે નકારાત્મક અસર

શનિદેવ જ્યારે પણ કોઈ રાશિના જાતકની કુંડળીમાંથી પસાર થાય તો તે રાશિના જાતકે અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. શનિદેવ વ્યક્તિને તેમના કર્મ અનુસાર શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે, જેની અસર લાંબા સમય સુધી રહે છે. શનિદેવ કુંભ રાશિમાં વક્રી થયા હોવાને કારણે કેટલીક રાશિઓ પર તેની અસર જોવા મળશે. આવો જાણીએ કઈ ત્રણ રાશિના જાતકો પર થશે નકારાત્મક અસર. 

3 રાશિના જાતકો પર શનિ સાઢેસાતીની અસર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ રાશિમાં શનિની સાઢેસાતી શરૂ થશે, તો તે ત્રણ ચરણમાંથી પસાર થાય છે. શનિની સાઢેસાતીના કારણે મીન રાશિના જાતકોનૌ સૌથી કષ્ટદાયી સમય શરૂ થશે. શનિદેવ 17 જૂનના રોજ કુંભ રાશિમાં વક્રી થયા છે. શનિની સાઢેસાતીના બીજા ચરણની અસર કુંભ રાશિમાં અને શનિની સાઢેસાતીના ત્રીજા ચરણની અસર મકર રાશિમાં થશે. આ કારણોસર મીન, કુંભ અને મકર રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે, નહીંતર નાણાંકીય તથા આરોગ્ય સંબંધિત બાબતો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. 

2 રાશિના જાતકો પર શનિ ઢૈય્યાની અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ કુંભ રાશિમાં વક્રી થવાને કારણે કર્ક અને વૃશ્વિક રાશિના જાતકો પર શનિ ઢૈય્યાની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન મોટાભાગના ક્ષેત્રે અસફળતાનો સામનો કરવો પડશે. શનિ ઢૈય્યાને કારણે કર્ક રાશિના જાતકોની કુંડળીના આઠમાં ભાવમાં અને વૃશ્વિક રાશિના જાતકોની કુંડળીના ચોથા ભાવમાં અસર જોવા મળી શકે છે. જેના કારણે ભાગ્યનો સાથ નહીં મળે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવાની જરૂર છે. આ દરમિયાન નિરાશા પણ મળી શકે છે. માતાને આરોગ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. 

શનિના દુષ્પ્રભાવથી બચવાના ઉપાય

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિના દુષ્પ્રભાવથી બચવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ પાસે દીવો કરો. 
  • શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસાના પાઠ કરવાથી લાભ થઈ શકે છે. 
  • શનિવારના દિવસે સરસિયાનું તેલ અને કાળી અડદની દાળનું દાન કરવાથી શનિના દુષ્પ્રભાવથી મુક્તિ મળે છે.
  • શનિદેવના મંત્રોનો નિયમિતરૂપે જાપ કરવો જોઈએ. 
  • શનિદેવને પ્રસન્ન કરવા માટે ગરીબ અથવા લાચાર વ્યક્તિને દુ:ખ ના પહોંચાડવું. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ