બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan revealed jawan spoiler in ask me anything session before film release
Arohi
Last Updated: 12:37 PM, 4 September 2023
ADVERTISEMENT
શાહરૂખ ખાનના ફેંસ તેની અપકમિંગ રિલીઝ જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુરસ્ટારે પહેલા જ ફિલ્મના બ્લોકબસ્ટર પ્રીવ્યૂ અને ટ્રેલરથી ફિલ્મને લઈને ફેંસની વચ્ચે ક્રેઝને સાતમાં આસમાને પહોંચાડી દીધો છે.
ADVERTISEMENT
ત્યાં જ હવે કિંગ ખાને ફેંસને ટ્રીટ આપતા સોશિયલ મીડિયા પર પોતાના 'આસ્ક મી એનીથિંગ' સેશનમાં ફિલ્મની અમુક ડિટેલ્સ પણ જાહેર કરી દીધી છે. સુપરસ્ટારે ફિલ્મના સ્પોઈલર અને મોરલ લેસન વિશે વાત કરી.
'જવાન' ફિલ્મથી શું શીખવા મળ્યું?
હકીકતે રવિવારે શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર 'આસ્ક મી એનીથિંગ' સેશન દ્વારા એક વખત ફરી પોતાના ફેંસ સાથે જોડાયો. ફેંસે એક્ટરને ઘણા સવાલો કર્યો જેના એસઆરકેએ પણ શાનદાર જવાબ આપ્યા.
આ વચ્ચે એક ફેને કિંગ ખાનને પુછ્યું, "જવાન ફિલ્મથી શું સીખવા મળે છે? " તેના પર એક્ટરે જવાબ આપ્યો, "ફિલ્મ આ વાતને દર્શાવે છે કે આપણે લોકો કેવા ફેરફાર લાવી શકીએ છીએ જે આપણે આપણી આસપાસ ઈચ્છીએ છીએ."
શાહરૂખે 'જવાન'નું સ્પોઈલર કર્યું રિલીઝ
એક બીજા યુઝરે સવાલ કર્યો, "મેં હોંગકોંગમાં મારી પત્ની સાથે જવાનની એડવાન્સ ટિકિટ બુક કરી છે. એક્સાઈટેડ ફીલ કરી રહ્યો છું પ્લીઝ રિલીઝ પહેલા અમને એક સ્પોઈલર આપશો?" તેના પર કિંગ ખાને ખુલાસો કર્યો, "પ્લીઝ બિગનિંગને મિસ ન કરતા ટાઈમ પર પહોંચજો."
કિંગ ખાને તેના વિશે એવું પણ જણાવ્યું તેના સૌથી નાના દિકરા અબરામને જવાનનું કયુ ગીત પસંદ છે. એક્ટરે ખુલાસો કર્યો કે, "ફિલ્મમાં એક સુંદર લોરી છે. મારૂ ફેવરેટ ચાલેયા છે... અને નોટ રમૈયા વસ્તાવૈયાનું ફિલ્મી વર્ઝન."
જવાનને લઈને નર્વસ છે શાહરૂખ?
જ્યારે પુછવામાં આવ્યું કે શું શાહરૂખ ફિલ્મને લઈને ગભરાયેલા છે તો તેમણે ક્લિયર કર્યું, "હવે ફક્ત એક વાતથી એક્સાઈટેડ છું કે જવાન સિનેમાઘરોમાં જેટલું પોસિબલ હોય તેટલું એન્ટરટેઈન્મેન્ટ કરશે. આ છેલ્લા 3 વર્ષની મહેનત છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT