બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Serious charge against Yuvraj Singh in Bhavnagar dummy incident

VTV EXCLUSIVE / યુવરાજ સિંહનો VTV પર સૌથી મોટો ખુલાસો: કહ્યું, મને અઢી કરોડની ઑફર હતી, જુઓ VIDEO

Malay

Last Updated: 03:32 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બિપિન ત્રિવેદીએ લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, મારા પર આરોપ લાગ્યા તે રાજકીય ષડયંત્રનો ભાગ છે.

 

  • ભાવનગર ડમીકાંડમાં યુવરાજસિંહ સામે લાગ્યો ગંભીર આરોપ
  • યુવરાજસિંહે તમામ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા
  • આ લોકો કોઈપણ રીતે મને બદનામ કરવા માંગે છેઃ યુવરાજસિંહ

ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો છે. જે બાદ રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

હું બિપિનભાઈને ઓળખું પણ છું: યુવરાજસિંહ
યુવરાજ સિંહે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મુલાકાત તમામ સાથે થઈ છે. હું એવું નથી કહેતો કે હું બિપિનભાઈને ઓળખતો નથી. હું બિપિનભાઈને ઓળખું પણ છું. બિપિનભાઈની સાથે પણ મુલાકાત થઈ છે. જે તમે નામ આપ્યા તેમની સાથે પણ મુલાકાત થઈ છે. પરંતુ મુલાકાતનો મતલબ એ નથી કે કોઈ જગ્યાએ લેતી દેતી થઈ છે. 

વાતને ડાયવર્ટ કરવા માટે ચાલી રહ્યા છે ષડયંત્રોઃ યુવરાજસિંહ
તેમણે જણાવ્યું કે, તેનો મુખ્ય વિસ્તાર છે દેવગડા અને જે આખુ પ્રકરણ સામે આવ્યું છે તે દેવગડાથી સામે આવ્યું છે. એટલે જોવા જઈએ કે આમાં એના સમાજના વ્યક્તિઓના નામ આવ્યા. એટલે અમુક વાતને મેન્યુપ્યુલેટ કરવા માટે, અમુક વાતને ડાયવર્ટ કરવા માટે આ ષડયંત્રો ચાલી રહ્યા છે. 

'મેં કોઈ પાસેથી રૂપિયાની લેતીદેતી નથી કરી' 
યુવરાજસિંહે જણાવ્યું કે, જ્યારે હું આમના ગામમાંથી આ માહિતી લઈને આવ્યો, ત્યારે આ તમામે આ વાતને દબાવવા માટે પૈસાની ઓફર પણ કરી હતી. સમાજિક આગેવાનો પણ મને આવીને મળ્યા છે. એજન્ટો પણ મને આવીને મળ્યા છે.  આ તમામે 40 લાખથી લઈને અઢી કરોડ રૂપિયા સુધીની ઓફર કરેલી છે. તેઓએ આ મુદ્દો બહાર ન લાવવા બદલ અઢી કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હતી. છતાં હું આ મુદ્દાને લોકોની સમક્ષ લાવ્યો, હવે આ લોકો કોઈપણ રીતે યુવરાજસિંહને બદનામ કરવા માંગે છે. આમાં બે ષડયંત્ર છે એક સામાજિક ષડયંત્ર અને બીજું છે રાજકીય ષડયંત્ર. આ વાતને ભટકાવવાનો પ્રયાસ છે.  

જુઓ યુવરાજસિંહે શું કહ્યું?

 
શું છે સમગ્ર મામલો?
રાજ્યવ્યાપી ડમી કૌભાંડ અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. ડમી કૌભાંડમાં 36 આરોપી સામે ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર લાગ્યા ગંભીર આરોપો લાગ્યા છે. યુવરાજસિંહના નજીકના વ્યક્તિ બિપિન ત્રિવેદીએ ગંભીર ઓરોપો લગાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.

55 લાખમાં થઈ હતી ડીલઃ બિપિન ત્રિવેદી
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા. 

ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા રૂપિયા 
પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ