બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sensex falls 800 points to 59414 hdfc loses 3 sinks 27 lakh crore investors in 5 minutes

BIG NEWS / 5 જ મિનિટમાં 2.7 લાખ કરોડ રૂપિયા 'સ્વાહા', શેરમાર્કેટનો કચ્ચરઘાણ

Dharmishtha

Last Updated: 11:01 AM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટીને 59,414 પર પહોંચી ગયો છે.

  • 492 અંક નીચે ખુલ્યું છે સેન્સેક્સ
  • આજે 60 સેકન્ડમાં 2.7 લાખ કરોડ રુપિયા ઘટ્યા 
  • નિફ્ટી 233 અંક ઘટ્યો

શેર બજારમાં આજે ભારે ઘડાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સન્સેક્સ 800 પોઈન્ટ્સ ઘટીને 59,414 પર પહોંચી ગયા છે. એચડીએફસી લિમિટેડના શેરમાં 3 ટકાનો ઘટાડો છે. રોકાણકારોએ આજે 60 સેકન્ડમાં 2.7 લાખ કરોડ રુપિયા ઘટ્યા છે. સેન્સેક્સે દિવસમાં 59, 352 નીચલા સ્તર અને 59 781ના ઉપલા સ્તરે બનેલા છે.

492 અંક નીચે ખુલ્યું છે સેન્સેક્સ

સેન્સેક્સ 492 પોઈન્ટ્સ નીચે 59, 731 પર ખુલ્યો હતો. ખુલતા જ પહેલી જ મિનિટમાં આ 600 ટકા ટૂટી ગયો. આના 30 શેરમાંથી ફક્ત 3 શેર ઉપર જઈ રહ્યા છે. બાકીના 27 ઘટાડામાં છે. ઘટાડા વાલા પ્રમુખ સ્ટોકમાં એચસીએલ ટેક, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ અને ટેક મહિંદ્રા દોઢ- દોઢ ટકાની નીચે છે. કોટક બેંક, મહિંદ્રા એન્ડ મહિન્દ્રા ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક,  બજાજ ફિનસર્વ 1-1 ટકા તુટ્યુ છે.

એરટેલ અને સનફાર્મા વધ્યો

વધનારા સ્ટોકમાં ફક્ત એરટેલ, સનફાર્મા, ટાટા સ્ટીલ અને ડો. રેડડી છે. સેન્સેક્સ 261 સ્ટોક પર સર્કિટમાં અને 172 લોઅર સર્કિટમાં છે. સર્કિટનો મતબલ એક દિવસમાં તેનાથી વધારે વધારો અથવા ઘટાડો કયા શેરમાં ન હોઈ શકે. લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ 269.60 લાખ કરોડ રુપિયા છે. કાલે આ 273.35 લાખ કરોડ રુપિયા હતો. એટલે કે આમાં આજે 2.7 લાખ કરોડનો ઘટાડો આવ્યો છે.

નિફ્ટી 233 અંક ઘટ્યો

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જને નિફ્ટી 233 અંક ઘટીને 17, 686 પર કારોબાર કરી રહ્યા છે. આ 17, 768 પર ખુલ્યા હતા. દિવસમાં આને 17,797 ના ઉપરના અને 17, 671ની નીચલું સ્તર બનાવ્યું છે. આનાથી 50 શેરમાંથી 43 ઘટાડા અને 7 વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.  નિફ્ટીના મિડકેપ, બેંકિગ, ફાયનાન્શિયલ અને નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ઘટાડામાં છે.

HDFC, HCL ટેક અને  HDFC બેંક ઘટાડામાં

નિફ્ટીમાં ઘટાડામાં પ્રમુખ શેરમાં  HDFC, HCL ટેક, HDFC બેંક, ટેક મહિન્દ્રા અને આયશર મોટર્સ છે. વધનારા શેરમાં હિંડાલકો, એરટેલ, UPL અને સનફાર્મા છે. આની પહેલા  કાલે સતત ચોથા દિવસે બજારમાં તેજી રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ 367 પોઈટ્સ વધીને 60 , 223 પર જ્યારે નિફ્ટી 120 અંક વધારાની સાથે 17, 925 પર બંધ થયુ. ચાર દિવસોમાં સેંસેક્સ 2400 અંક વધી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Investors hdfc nifty sensex નિફ્ટી શેર બજાર સેન્સેક્સ Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ