બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / security breach in lok sabha : visitor jumps into the Lok Sabha chamber from the gallery House adjourned
Parth
Last Updated: 01:33 PM, 13 December 2023
ADVERTISEMENT
ભારતની સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે, લોકસભાની કાર્યવાહીમાં જ્યારે સદનમાં સાંસદો હાજર હતા તે સમયે જે ઘૂસી આવ્યા ત્રણ લોકો.
શું છે સમગ્ર ઘટના
નોંધનીય છે કે લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક દર્શક દીર્ઘામાંથી એક યુવક સાંસદો તરફ કૂદી ગયો હતો, જે બાદ બીજા બે શખ્સો પણ આવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓ આવે તે પહેલા જ સાંસદોએ તે યુવકને ઝડપી લીધો હતો.
ADVERTISEMENT
જુઓ વીડિયો :
Sansad breaking.
— sansadflix (@sansadflix) December 13, 2023
Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB
જુઓ શું કહ્યું અધીર રંજન ચૌધરી :
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, બે યુવકો ગેલેરીમાંથી કૂદયા હતા બાદમાં કશું ફેંક્યું જેમાંથી ગેસ નીકળી રહી હતી. સાંસદોએ તેમને પકડી પાડયા. સુરક્ષાકર્મીઓએ તેને પકડીને બહાર કાઢ્યો. બાદમાં કાર્યવાહીને બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. અધીર રંજને એમ પણ કહ્યું કે નિશ્ચિત રૂપે આ સુરક્ષામાં ચૂક છે કારણ કે આજે જ 2001ના હુમલાની વરસી છે.
અન્ય સાંસદે ખુલાસો કર્યો છે કે આ યુવક પોતાના જૂતામાં કશું લઈને આવ્યો હતો જેની મદદથી તેણે ધુમાડો કર્યો, દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવક નારા લગાવી રહ્યો હતો કે 'તાનાશાહી નહીં ચલેગી'
#WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury speaks on an incident of security breach and commotion in the House.
— ANI (@ANI) December 13, 2023
"Two young men jumped from the gallery and something was hurled by them from which gas was emitting. They were caught by MPs, they were brought… pic.twitter.com/nKJf7Q5bLM
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.