બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / SEBI place framework to prevent fraud in stock market

સ્ટોકના ઠગબાજો ચેતે / અદાણી-હિંડનબર્ગ વિવાદને પગલે ચેત્યું SEBI, સ્ટોક માર્કેટના 'ભૂકંપ'ને અટકાવવા જાહેર કર્યાં કડક નિયમો

Hiralal

Last Updated: 08:10 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SEBIએ સ્ટોક માર્કેટમાં વધી રહેલા ફ્રોડને રોકવા માટે એક રૂપરેખા તૈયાર કરી છે. સેબીનાં ડિરેક્ટર્સ મંડળની બેઠક બાદ ચેરપર્સન માધવી પુરી બુચએ માહિતી આપી.

  • સ્ટોકમાં વધી રહેલા ફ્રોડ માટે એક્શન મોડમાં  SEBI
  • બોર્ડમાં કોઈની કાયમી ડિરેક્ટરશીપ ખતમ 
  • બીજા અનેક પ્રસ્તાવોને આપી મંજૂરી

અદાણી- હિંડનબર્ગ વિવાદ બાદ ભારતીય શેરબજારમાં ભૂકંપ આવ્યો હતો અને અબજો રુપિયાનું નુકશાન થયું છે. એક રીતે આ વિવાદ બાદ શેરબજારમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવો ઘાટ થયો છે અને ભવિષ્યમાં સ્ટોક માર્કેટને સુરક્ષિત રાખવા તથા રોકાણકારોનો વિશ્વાસ અડગ રાખવા માટે સેબીએ કેટલાક નવા નિયમ જાહેર કર્યા. 

માર્કેટમાં ફેલાતી અફવાઓ પર તરત નિવેદન 
બુધવારે સેબીની બોર્ડ મીટિંગ યોજાઈ હતી જેમાં કેટલાક મોટા નિર્ણય લેવાયા છે. બોર્ડની મીટિંગ અનુસાર, હવેથી માર્કેટ કેપના હિસાબે દેશની ટોપ-100 કંપનીઓના માર્કેટમાં ફેલાતી અફવાઓ પર તરત નિવેદન જારી કરાશે, એટલે કે તેનો સ્વીકાર કરાશે કે ઈન્કાર જેથી કરીને શેર પર તેની કોઈ અસર ન પડે. સેબીનો બીજો એક નિર્ણય લિસ્ટેડ કંપનીઓના બોર્ડમાં કાયમી ડિરેક્ટર તરીકે રહેવાની લોકોની પરંપરાને સમાપ્ત કરવાનો છે અને શેર બ્રોકરોના કૌભાંડોને અટકાવવા માટે એક વિસ્તૃત રુપરેખા જારી કરવાનો છે. 

સેબીના કેટલાક નવા નિયમ 

(1) લિસ્ટેડ કંપનીઓના બોર્ડમાં કોઈની કાયમી ડિરેક્ટરશીપ ખતમ 
(2) શેર દલાલોનો ફ્રોડ અટકાવવા નિયમ બનાવાશે 
(3) ખાનગી ઈક્વિટી ફંડોને મ્યૂચુઅવ ફંડનાં પ્રાયોજક બનાવવાની પરવાનગી
(4) લિસ્ટેડ કંપનીઓની તરફથી પર્યાવરણ, સામાજિક અને ESG ડિસ્ક્લોઝરના માપદંડોને પણ મંજૂરી

SEBIનાં રેગ્યુલેટરી મંડળે બુધવારે બેઠક યોજી હતી જેમાં આ પ્રસ્તાવોને મંજૂરી આપી દેવામાં આવી છે. સેબીએ ખાનગી ઈક્વિટી ફંડોને મ્યૂચુઅવ ફંડનાં પ્રાયોજક બનાવવાની પરવાનગી આપવા માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્કને મંજૂરી આપી છે. આ સિવાય રેગ્યુલેટરે લિસ્ટેડ કંપનીઓની તરફથી પર્યાવરણ, સામાજિક અને ESG ડિસ્ક્લોઝરના માપદંડોને પણ મંજૂરી આપી છે.

100 કંપનીઓ પર નિયમ લાગૂ
સેબીએ કહ્યું કે શેર બજારમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં લિસ્ટેડ ટોપ 100 કંપનીઓ પર આ નિયમ ઓક્ટોબર 2023થી લાગૂ થશે. અને 1 એપ્રિલ 2024થી ટોપ 250 કંપનીઓ પર આ નિયમ લાગૂ પડશે. સેબીએ એવું પણ જણાવ્યું કે કંપનીનાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગની 30 મિનીટની અંદર બોર્ડ મિટીંગ બાદ થનારી ભૌતિક ઘટનાઓ કે ડિસ્ક્લોઝરને એક્સચેન્જોની સામે લઈને આવવું પડશે.

અદાણી મુદે બોલ્યાં સેબી ચેરપર્સન
સેબીની ચેરપર્સન માધવી પુરી બુચે કહ્યું કે રેગ્યુલેટરી અદાણી હિંડનબર્ગ પ્રકરણ પર ટિપ્પણી નહીં કરે. મીડિયાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું કે અમે કોર્ટમાં પડતરનાં મુદાઓ પર ટિપ્પણી કરતાં નથી. તેમણે કહ્યું કે સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના હાલનાં આદેશમાં સેબીને આ મુદા પર અપડેટ દેવા માટે આદેશ આપ્યો હતો. આ જ કારણ છે કે અમે સાર્વજનિક રૂપથી આ મામલા પર ચર્ચા કરવાની પરવાનગી ધરાવતાં નથી. બુચે કહ્યું કે બજાર રેગ્યુલેટરી સેબી, અદાણીનાં મામલામાં સર્વોચ્ચ ન્યાયલયની તરફથી જાહેર થતાં આદેશોનું પાલન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ