બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / અજબ ગજબ / Scientists unravel the mystery of life after death, earthquakes occur in the brain before the heart stops beating

OMG / મોતની ક્ષણે માનવીના મગજમાં શું ચાલતું હોય છે? વૈજ્ઞાનિકોએ ઉકેલી નાખ્યું રહસ્ય, જાણવામાં રસ પડશે

Hiralal

Last Updated: 08:53 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોતની ક્ષણે માનવીના મગજમાં શું ચાલતું હોય છે તેનું રહસ્ય વૈજ્ઞાનિકોએ ઉકેલી નાખ્યું છે.

  • મોત પછીના જીવનનો કોયડો ઉકેલાયો
  • યુનિવર્સિટી ઓફ લુઇસવિલેના ન્યુરોસર્જનનો ખુલાસો
  • મોત વખતે લોકોને યાદે આવે છે જીવનની મહત્વની ક્ષણો
  • જીવનની ખાસ ઘટનાઓની યાદ આવતી હોય છે
  • મોત પછીનું જીવન જાણવામાં લોકોને હમેંશા રસ રહ્યો છે, આ અંગે જાતજાતની ભ્રમણાઓ અને માન્યતા પ્રવર્તી રહી છે. પરંતુ હજુ સુધી આ દિશામાં નક્કર કંઈ જાણી શકાયું નથી. મોત વખતે માનવીના મગજમાં શું ચાલતું હોય છે અને તેને કેવા વિચારો આવતા હોય છે તેને લઈને વૈજ્ઞાનિકોએ કરેલા એક મોટા સ્ટડીમાં રસપ્રદ માહિતી બહાર આવી છે. વૈજ્ઞાનકોનું કહેવું છે કે મોત વખતે માણસને તેના જીવનની મહત્વની અને ખાસ ઘટનાઓની યાદ આવતી હોય છે. મરણ પથારીએ પડેલો વ્યક્તિ જેમ એક ફિલ્મ જોતો હોય તે રીતે તેના માનસપટ પર એક પછી એક ઘટનાની યાદ આવીને જતી રહી છે અને તે પછી જ તે મોત પછીની દુનિયામાં પ્રવેશી જાય છે. યુનિવર્સિટી ઓફ લુઇસવિલેના ન્યુરોસર્જન ડો.અજમલ ઝેમરની આગેવાનીમાં થયેલા સ્ટડીમાં એવું જણાવાયું છે કે  માનવ મગજ મૃત્યુ દરમિયાન પણ સક્રિય અને સંકલિત રહી શકે છે. 

 બ્રેઈન મેપિંગ કરી રહ્યાં હતા ત્યારે વાઈના દર્દીનું હાર્ટએટેકથી મોત થયું
આ માટે યુનિવર્સિટી ઓફ ઇસ્ટોનિયા, ટાર્ટુના ડો.રાઉલ વિસેન્ટે 87 વર્ષીય વૃદ્ધ દર્દી પર એક અભ્યાસ કર્યો હતો, જેમને વાઈની બીમારી હતી. 
વિસેન્ટ અને સંશોધકોની તેમની ટીમે દર્દીની સારવાર અને આંચકી શોધવા માટે ઇલેક્ટ્રોએન્સફેલોગ્રાફી (ઇઇજી)નો ઉપયોગ કર્યો હતો. આ જ રેકોર્ડિંગ દરમિયાન દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ અણધારી ઘટનાને કારણે વૈજ્ઞાનિકોને પહેલી વાર મરનાર માણસના મગજની હિલચાલ જાણવાની તક મળી. 

મોતની 15 મિનિટ પહેલા શું વિચારી રહ્યો હતો શખ્સ 
હોસ્પિટલમાં 87 વર્ષીય વ્યક્તિ એપિલેપ્સીની સારવાર લઈ રહ્યા હતા, જે ઇલેક્ટ્રોએન્સફેલોગ્રામ (EEG) સાથે જોડાયેલું હતું. સારવાર દરમિયાન અચાનક જ દર્દીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું અને મોતની 15 મિનિટ પહેલાના તેના વિચારો મશીનમાં રેકોર્ડ થઈ ગયા હતા ત્યારે વૈજ્ઞાનિકોને ખબર પડી કે આ વ્યક્તિ પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં સારી યાદોને યાદ કરી રહ્યો હતો. દર્દીના મૃત્યુની 30 સેકન્ડ દરમિયાન, તેના અંતિમ હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી થઈ ગયા હતા અને ત્યાં એક અનોખી તરંગ નોંધાઈ હતી. આ ઘટના બાદ વૈજ્ઞાનિકો એવા તારણ પર પહોંચ્યાં છે કે મરતા પહેલા માણસને તેના જીવનના શ્રેષ્ઠ પ્રસંગોની  યાદ આવે છે.

વૈજ્ઞાનિકોએ મૃત્યુ પછી 900 સેકન્ડ સુધી મગજની પ્રવૃત્તિ રેકોર્ડ કરી

 આ અભ્યાસ કરનાર યુનિવર્સિટી ઓફ લુઇસવિલેના ન્યુરોસર્જન ડો.અજમલ ઝેમરે જણાવ્યું હતું કે, "અમે મૃત્યુ પછી 900 સેકન્ડ સુધી મગજની પ્રવૃત્તિ રેકોર્ડ કરી હતી. તેમાં પણ 30 સેકન્ડ પહેલા અને હૃદયના ધબકારા બંધ થયા બાદ વૈજ્ઞાનિકોનું ખાસ ધ્યાન હૃદય પર આપવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, થોડા જ સમયમાં હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું અને પહેલા તેઓએ મગજમાં કંપન અને વિશેષ બેન્ડમાં ફેરફાર જોયા.

મગજના તરંગોમાં આવ્યાં ભૂકંપ જેવા આંચકા 
દર્દીના મગજમાં  ગામા તરંગની સાથે ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટા સ્પંદનોમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. મગજના આ કંપનને સામાન્ય રીતે મગજના તરંગ તરીકે ઓળખવામાં આવે છે, જે જીવંત માનવ મગજમાં સક્રિય તરંગનો આકાર બનાવે છે. ગામા સહિતના આ વિવિધ પ્રકારના તરંગો ઉચ્ચ-સ્તરીય જ્ઞાનાત્મક પ્રક્રિયાઓમાં સામેલ છે જેમ કે ધ્યાન, સ્વપ્ન જોવું, ધ્યાન કેન્દ્રિત કરવું, યાદોની બચત કરવી, માહિતી પર પ્રક્રિયા કરવી અને સભાન સમજ.

મરતા પહેલા જીવનની મહત્વપૂર્ણ ક્ષણો યાદ આવે છે 

મરતી વખતે માનવીના મગજમાં શું ચાલતું હોય છે તે ગૂઢ રહસ્ય વૈજ્ઞાનિકોએ ઉકેલી નાખ્યું છે. મરતી વખતે માનવીના મગજની શું હાલત હોય તે જાણવામાં બધાને રસ હોય છે એટલે હવે વૈજ્ઞાનિકોએ તેનો ખુલાસો કરી દીધો છે. આ સ્ટડી બાદ વૈજ્ઞાનિકોનું કહેવું છે જ્યારે માણસ મરતો હોય ત્યારે તેની જીવનની મહત્વની ક્ષણો યાદ આવતી હોય છે અને ફિલ્મની રીલની જેમ તેના માનસપટ પરથી એક પછી એક ઘટના સરકતી જાય છે અને તે જોતો જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ