બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Scientist couple in Chandrayaan 3 team: Didn't even have money to buy chapati in childhood, now have done wonders

ISRO / ચંદ્રયાન 3 ની ટીમમાં સાયન્ટિસ્ટ કપલ: બાળપણમાં ચોપડી ખરીદવાના પણ નહોતા પૈસા, હવે કરી નાંખ્યો કમાલ

Megha

Last Updated: 10:26 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Scientist couple in Chandrayaan-3 team: કરનાલ નાનકડા પરિવારમાંથી આવેલ દીપાંશુ ગર્ગ અને તેમની પત્ની સાથે જ ISROની ટીમે ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

  • ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું 
  • ચંદ્રયાન 3 ની ટીમમાં કામ કરતાં હતા આ સાયન્ટિસ્ટ કપલ
  • કરનાલના આ બે વૈજ્ઞાનિકોએ દેશને ગૌરવ અપાવ્યું

 

Scientist couple in Chandrayaan-3 team: ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું અને એ સાથે જ ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન-3નું લેન્ડિંગ જોવા માટે  શહેરોથી લઈને ગામડાઓ સુધીના લોકો ટેલિવિઝન દ્વારા જોડાયેલા હતા. એવામાં હરિયાણાના આ કપલે પણ મિશનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

તમે પણ સાંભળ્યું હશે કે મહેનતનું ફળ મળે છે. તમે માત્ર જુસ્સા સાથે સંઘર્ષ કરો અને તમને ચોક્કસપણે પરિણામ મળશે. કરનાલના નાના પરિવારમાંથી આવતા બે વૈજ્ઞાનિકોએ દેશને ગૌરવ અપાવ્યું છે.  કરનાલ નાનકડા પરિવારમાંથી આવેલ દીપાંશુ ગર્ગ અને તેમની પત્ની સાથે જ ISROની ટીમે ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. 

દીપાંશુનું બાળપણ સંઘર્ષમાં વીત્યું હતું
દીપાંશુ ગર્ગનો પરિવાર કરનાલના કલેન્દરી ગેટ પર રહે છે. પરિવારે જણાવ્યું કે દીપાંશુનું બાળપણ સંઘર્ષમાં વીત્યું હતું. દિપાંશુના પિતા કાપડની દુકાનમાં કામ કરતા હતા અને માતા ઘરે જ રહેતી હતી. માતાની તબિયત ખરાબ હતી, દીપાંશુ અભ્યાસમાંથી દરેક ક્ષેત્રમાં સારા નંબર લાવતો હતો. એક સમય એવો હતો જ્યારે દીપાંશુના પરિવાર પાસે પુસ્તકો માટે પૈસા નહોતા તેથી તેના કાકા તેને પુસ્તકો મેળવવામાં મદદ કરતા. દીપાંશુએ કરનાલમાંથી સ્કૂલ પાસ કરી અને પછી એન્જિનિયરિંગ કર્યું હતું. 

કંઈક અલગ કરવાની ઈચ્છાએ અજાયબીઓ કરી બતાવી 
એન્જિનિયરિંગ શરૂ કર્યું અને પ્રાઈવેટ જોબ શરૂ કરી પણ દીપાંશુની કંઈક અલગ કરવાની ઈચ્છા તેને આ સ્થાન સુધી લઈ ગઈ. તે કંઈક અલગ કરવા માંગતો હતો જે તેની આસપાસના કોઈએ કર્યું ન હતું અને તેના માટે તે નોકરીની સાથે અભ્યાસ પણ કરતો હતો. દીપાંશુએ ઈસરોની પરીક્ષા આપી અને ત્યાં સફળતા મેળવી. તેણે ઈસરોની ટીમમાં સ્થાન મેળવ્યું. તેઓ વર્ષ 2017માં ઈસરોમાં જોડાયા હતા. તેણે ઈસરોમાં કામ કરતી વિજ્ઞાની ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા છે. 

બંને ISROની ટીમમાં કામ કરતા હતા જે ચંદ્રયાનને ચંદ્ર પર મોકલવા માટે દિવસ-રાત મહેનત કરી રહી હતી. ચંદ્રયાન 2 નિષ્ફળ જતાં તે ખૂબ જ નિરાશ થયો હતો. પરંતુ તેણે હિંમત હારી નહીં અને હવે તેની મહેનત રંગ લાવી અને ચંદ્રયાન 3 ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ