બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Satish Kaushik was killed or died The police came into action on the allegations leveled by the friends wife

ખુલાસો / સતીશ કૌશિકની હત્યા થઈ કે નિધન? મિત્રના પત્નીએ લગાવેલ આરોપો પર એક્શનમાં આવી પોલીસ

Arohi

Last Updated: 12:27 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલૂની પત્નીએ પોતાના પતિ પર જ એક્ટરની હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે મામલામાં વિકાસની પત્નીનું નિવેદન નોંધ્યું છે.

  • સતીશ કૌશિકના નિધનને લઈને મોટી અપડેટ 
  • મિત્રની પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ 
  • પતિ પર જ લગાવ્યા હત્યાના આરોપ 

સતીશ કૌશિકના મોતના મામલામાં દિલ્હી પોલીસે સોમવારે વિકાસ માલૂની પત્નીનું નિવેદન નોંધ્યું છે. વિકાસ માલૂની પત્નીએ પોતાના પતિ પર જ સતીશ કૌશિકની હત્યાની શંકા વ્યક્ત કરી છે. આ પહેલા પોલીસે પાર્ટીના દિવસે હાજર ઘણા લોકોના નિવેદન નોંધી ચુકી છે. 

વિકાસ માલૂની પત્નીની પુછપરછ 
દિલ્હી પોલીસે વિકાસ માલૂની પત્નીને નોટિસ મોકલીને 11 વાગ્યે પુછપરછ જોઈન કરવા માટે કહ્યું છે. પરંતુ વિકાસ માલૂની પત્નીનું કહેવું છે કે જ્યાં સુધી તપાસ અધિકારી ઈન્સ્પેક્ટર વિજયને નહીં હટાવવામાં આવે ત્યાં સુધી તે પુછપરછમાં શામેલ નહીં થાય. 

તપાસ અધિકારી પર લગાવ્યા આરોપ 
વિકાસ માલૂની પત્નીએ દિલ્હી પોલીસ કમિશ્નરને મેલ દ્વારા એક તરફ ફરિયાદ કરી છે. વિકાસ માલૂની પત્નું કહેવું છે કે જે ઈન્સ્પેક્ટરને સતીશ કૌશિકની મોતની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે તે ઈન્સેક્ટર વિજય સિંહે વિકાસ માલૂની પત્નીના રેપ કેસમાં પણ તપાસથી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. 

મેલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં વિકાસ માલૂની પત્નીએ ઈન્સ્પેક્ટર વિજયને તપાસમાંથી હટાવવાની માંગ કરી છે. 

15 કરોડ માટે હત્યાનો દાવો 
સતીશ કૌશિકના મોતના મામલામાં એક મહિલાએ એવો દાવો કરીને સમસની ફેલાવી હતી કે એક્ટરનું મોત હાર્ટ એટેકથી નથી થયું પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. 

મહિલા સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલૂની પત્ની છે અને તેણે પોતાના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. મોતથી પહેલા સતીશ કૌશિક વિકાસ માલૂની સાથે એક પાર્ટીમાં શામેલ થયા હતા. 

મહિલાએ કર્યો છે દાવો 
મહિલાએ દિલ્હી પોલીસને આપેલી ફરિયાદમાં દાવો કર્યો છે કે તેના પતિએ 15 કરોડ રૂપિયાના વિવાદમાં સતીશ કૌશિકની હત્યા કરી. મહિલાએ જણાવ્યું હતું કે સતીશ કૌશિકથી તેમના પતિ વિકાસ માલૂએ 15 કરોડ રૂપિયા લીધા હતા. 

તેના પતિ પૈસા ન હતા ચુકવી શકતા. તેના વિવાદને લઈને એક્ટરની હત્યા કરી છે. જણાવી દઈએ કે મહિલાનો પોતાના પતિ વિકાસ માલૂની સાથે વિવાદ ચાલી રહ્યો છે. તેણે વિકાસ માલૂ વિરૂદ્ધ રેપનો કેસ નોંધાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ