બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / વડોદરા / Satir was caught stealing grains near Bhuwa: from Ahmedabad-Rajkot, he cleared his hands in Delhi

વડોદરા / ભૂવા પાસે દાણા જોવડાવી ચોરી કરતાં શાતિર ઝડપાયા: અમદાવાદ-રાજકોટથી લઈ દિલ્હીમાં હાથ સાફ કર્યો, રિક્ષામાં મહિલાઓને બેસાડતા પછી...

Priyakant

Last Updated: 08:29 AM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rickshaw Robbery Latest News: ઝડપાયેલા આરોપીઓ મોટે ભાગે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા, 8 સભ્યોની ગેંગ જુદાજુદા શહેરમાં સક્રિય થઈ આપતા ચોરીને અંજામ, પોલીસે ગેંગના 6 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા

  • વડોદરામાં ભૂવા પાસે દાણા જોવડાવી ચોરી કરવા નીકળતા 2 ચોર ઝડપાયા
  • વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં મચાવ્યો હતો તરખાટ
  • રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી અન્ય પેસેન્જર પાસેથી દાગીના સેરવી લેતા
  • રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલ રાખતા

Rickshaw Robbery : રાજ્યમાં અનેક શહેરોમાં રિક્ષામાં બેસેલા પેસેન્જરના દાગીનાની ચોરી કરતી આંતર રાજ્ય ગેંગ હવે પોલીસના સકંજામાં આવી છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં ભૂવા પાસે દાણા જોવડાવી ચોરી કરવા નીકળતા 2 ચોર ઝડપાયા છે. આ આંતરરાજ્ય ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં તરખાટ મચાવ્યો હતો. વિગતો મુજબ આ ઇસમો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી અન્ય પેસેન્જર પાસેથી દાગીના સેરવી લેતા હતા. જોકે હવે પોલીસે આ લોકોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરામાં પોલીસે ભૂવા પાસે દાણા જોવડાવી ચોરી કરવા નીકળતા 2 ચોરને ઝડપી પાડ્યા છે. આ તરફ ઇસમોની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઝડપાયેલા આરોપીઓ મોટે ભાગે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા અને રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલ રાખતા હતા. આ ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં મચાવ્યો તરખાટ હતો.  

પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા
પોલીસે ઝડપેલ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ઇસમો મોટે ભાગે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા હતા. આ સાથે 8 સભ્યોની ગેંગ જુદાજુદા શહેરમાં સક્રિય થઈ ચોરીને અંજામ આપતા હતા. જેમાં અમદાવાદનો રમેશ ઉર્ફે ભોટી શંકર નાયક રિક્ષા ચલાવતો હતો અને રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર રિક્ષામાં પેસેન્જર બની ગુનાને અંજામ આપતો હતો. આ સાથે ચોરી વખતે એક મોપેડચાલક રિક્ષાની આગળ રહેતો હતો. આ તરફ હવે પોલીસે ગેંગના 6 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા અને ઝડપાયેલા 2 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે. 

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કઈ રીતે પકડ્યા ઇસમોને ? 
વડોદરા અને રાજ્યના અનેક શહેરોમાં એક પછી એક રીક્ષામાં દાગીના સેરવવાના બનાવોની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી. આ તરફ વિવિધ સ્થળે લાગેલા CCTVનાં ફૂટેજ જોતાં નંબર પ્લેટ ઉપર ફૂલનો હાર લગાવી નંબર ના દેખાય એવી રીતે ફરતી રિક્ષા ઉપર શંકા ગઈ હતી. જેને કારણે પોલીસે રિક્ષાને વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર અટકાવી રિક્ષાચાલક રમેશ ઉર્ફે ભોટી શંકરભાઈ નાયક (ઉં.વ.29, રહે. અમદાવાદ) અને મુસાફરની સીટ પર બેસતો રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર (ઉં.વ.31, રહે. મહેમદાવાદ અને રાજકોટ)ને ઝડપી લીધા હતા. બંનેની અને રિક્ષાની જડતી તપાસ કરતાં 68 હજારની કિંમતની સોનાની 2 ચેઇન મળી આવી હતી.

આ તરફ પોલીસે પૂછપરછ કરતાં ગેંગ દ્વારા શહેરમાં છેલ્લા બે મહિના દરમ્યાન આચરવામાં આવેલા ગુના અંગે આરોપીઓએ કબૂલાત કરી હતી અને ગુનો આચરવાની પદ્ધતિ અંગે પણ જણાવ્યું હતું. આ અંગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દાગીના સેરવી લેવાની ફરિયાદો થઈ હતી. બન્ને આરોપીઓ અને ગેંગના અન્ય સભ્યોએ અગાઉ પણ વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં આ પ્રકારના ગુનાઓ આચર્યા હતા.

ભુવા પાસે દાણા જોવડાવતા
આ ઇસમોની પૂછપરછમાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી કે, આરોપીઓ રિક્ષા લઈ ગુનો કરવા નિકળે તે અગાઉ મહેમદાવાદમાં રહેતા વિનુ ભુવા પાસે દાણા જોવડાવતા હતા અને ત્યાર બાદ દિશા અને સ્થળ નક્કી કરી એ દિશામાં રિક્ષા લઈને દાગીના સેરવી લેવા નીકળતા હતા અને પાછળ સાગરીતો મોપેડ લઈને આવતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ