બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Satadhar fly overbridge in Ahmedabad will be public

સુવિધા / અમદાવાદમા સતાધાર ફ્લાય ઓવરબ્રિજઃ રોજના 70 હજાર વાહનચાલકોને રાહત થશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે

Dinesh

Last Updated: 08:01 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી શુક્રવાર, તા. 12 મેએ અમદાવાદીઓને રૂ.1500 કરોડ કરતાં પણ વધુ વિકાસનાં કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળવાની છે.

  • અમદાવાદમા સતાધાર ફ્લાય ઓવરબ્રિજ બનશે લોકપયોગી
  • પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રોજના 70 હજાર વાહનચાલકોને રાહત થશે
  • અમદાવાદીઓને રૂ.1500 કરોડ કરતાં પણ વધુ વિકાસના કાર્યોની ભેટ મળશે


અમદાવાદમાં શહેરમાં દિન-પ્રતિદિન વકરતી જતી સમસ્યામાં ટ્રાફિકના પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં એએમટીએસ, બીઆરટીએસ બાદ હવે મેટ્રો રેલવેનો ત્રીજો વિકલ્પ પણ પેસેન્જર્સને ઉપલબ્ધ છે. તેમ છતાં વધુ ને વધુ લોકો પોતાના ઉપયોગ માટે અંગત વાહનો વસાવી રહ્યા હોઈ આવાં વાહનોથી રોડ પરના ટ્રાફિકનું ભારણ વધે છે. મ્યુનિ. તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો કરવા ઓફલાઇન પાર્કિંગ, ઓનલાઇન પાર્કિંગ ઉપરાંત નવા-નવા બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાઈ રહ્યા છે. હવે સત્તાવાળાઓ પશ્ચિમ અમદાવાદના સતાધાર ચાર રસ્તા ખાતે ફ્લાય ઓવરબ્રિજના નિર્માણના પ્રોજેક્ટને આગળ ધપાવવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રોજના 70 હજાર વાહનચાલકોને રાહત થશે.

પ્રતિકાત્મક તસવરી

અમદાવાદીઓને ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી શુક્રવાર, તા. 12 મેએ અમદાવાદીઓને રૂ.1500 કરોડ કરતાં પણ વધુ વિકાસનાં કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળવાની છે. લાલ બહાદુર સ્ટેડિયમ પાસેના રૂ.78.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા 30 એમએલડી એસટીપીના પ્લાન્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ઉપરાંત વાડજ જંક્શન પર રૂ.127.92 કરોડના ખર્ચે, ગેલેક્સી સિનેમાથી નરોડા પાટિયા સુધી રૂ.267.67 કરોડના ખર્ચે અને સતાધાર જંક્શન ખાતે રૂ.103.69 કરોડના અંદાજિત ખર્ચે બનનારા ત્રણ-ત્રણ ફ્લાય ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે.

ફ્લાય ઓવરબ્રિજના પ્રોજેક્ટ
હવે સતાધાર જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજના પ્રોજેક્ટની વાત કરીએ તો આ ફ્લાય ઓવરબ્રિજની લંબાઈ 975 મીટર છે તેમજ 16 મીટર પહોળાઈમાં ચાર લેન (2x2) ફ્લાય ઓવરબ્રિજનું આયોજન તંત્ર દ્વારા કરાયું છે. આ ફ્લાય ઓવરબ્રિજનો કેરેજ-વે એટલે કે સર્વિસ રોડ 7.50 મીટર જેટલો રખાયો છે. સતાધાર જંક્શનના ઓબ્લિગેટરી સ્પાનની લંબાઈ 35 મીટર, ક્લિયર હાઇટ 5.50 મીટર, સાંઈબાબા મંદિર જંક્શનના ઓબ્લિગેટરી સ્પાનની લંબાઈ 25 મીટર અને ‌ક્લિયર હાઇટ ચાર મીટર તેમજ સન એન સ્ટેપ જંક્શનના ઓબ્લિગેટરી સ્પાનની લંબાઈ 20 મીટર અને ક્લિયર હાઇટ 3.50 મીટર રખાઈ છે. સતાધાર સર્કલથી ચાણક્યપુરીબ્રિજ તરફ 1:27 અને સતાધાર સર્કલથી સન એન સ્ટેપ ક્લબ જંક્શન સુધી 1:27 લોગિટ્યુડિનલ ગ્રે‌ડીએન્ટ રખાયો હોઈ બ્રિજમાં 2.5 ટકાનો ટ્રાન્સ વર્સ સ્લોપ રખાયો છે.

26 મહિનામાં બે મહિના પાઇલ લોડ ટેસ્ટના છે
વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે તે માટે ડેક કન્ટિન્યૂટી ટાઇપના એક્સ્પાન્શન જોઇન્ટ મુકાશે કે જે દર ચાર સ્પાને, ત્રણ સ્પાને તેમજ બે સ્પાને એક ડેક ક‌િન્ટન્યૂટી એક્સ્પાન્શન જોઇન્ટ મૂકવાનું આયોજન પણ કરાયું હોઈ તેમાં સ્ટ્રીપશીલ ટાઇપ એક્સ્પાન્શન જોઇન્ટ રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સ્વ‌િર્ણમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટમાં આ ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાશે, જેને 26 મહિનામાં એટલે કે સવા બે વર્ષમાં પૂર્ણ કરાશે. આ 26 મહિનામાં બે મહિના પાઇલ લોડ ટેસ્ટના છે અને ચોમાસા સહિતની પ્રોજેક્ટની સમયમર્યાદા નક્કી કરાઈ છે. આ બ્રિજના નિર્માણ માટે તંત્રના અંદાજિત ભાવથી 18.35 ટકા વધારે ભાવ સાથેના રૂ.81.49 કરોડના લોએસ્ટ ટેન્ડરને મંજૂરી અપાઈ છે. આ ફ્લાય ઓવરબ્રિજને સન એન સ્ટેપ ક્લબ સુધી લંબાવવામાં આવતાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.

બ્રિજની ડિફેક્ટ લાયેબિલિટી પાંચ વર્ષની કરાઈ
તંત્ર દ્વારા સતાધાર ફ્લાય ઓવરબ્રિજની ડિફેક્ટ લાયેબિલિટી પાંચ વર્ષની કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા ડિફેક્ટ લાયેબિલિટીની સમયમર્યાદા ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષની કરવાનો નીતિવિષયક નિર્ણય લેવાયો છે.

અંડર સ્પેસ ડેવલપમેન્ટ પણ કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતાધાર ફ્લાય ઓવરબ્રિજના પ્રોજેક્ટમાં અંડર સ્પેસ ડેવલપમેન્ટનો પણ સમાવેશ કરાયો છે, જેમાં નવા બ્રિજની નીચે જરૂરિયાત મુજબ પેવર બ્લોક સાથેનું પાર્કિંગ કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ