બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / Sanju Samson scored the first century of ODI career, did 'Bicep Celebration', VIDEO went viral

IND vs SA / ODI કરિયરની પહેલી સદી ફટકારી સંજુ સેમસને કર્યું 'Bicep Celebration', VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 12:58 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રીજી વનડેમાં ભારતીય વિકેટકીપર અને અનુભવી બેટ્સમેન સંજુ સેમસન સૌથી વધુ ચર્ચામાં રહ્યો, ODI અને આંતરરાષ્ટ્રીય કરિયરની પહેલી સદી ફટકારતા અલગ રીતે ઉજવણી કરી..

  • ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝ 2-1થી જીતી લીધી 
  • સદી ફટકારતાની સાથે જ સંજુએ તેના બાઈસેપ્સ બતાવીને ઉજવણી કરી
  • સંજુ સેમસને ODI અને આંતરરાષ્ટ્રીય કરિયરની પહેલી સદી ફટકારી 

ભારતે 21 ડિસેમ્બરના રોજ પાર્લમાં ત્રણ મેચની ODI સીરિઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 78 રને હરાવ્યું હતું. પહેલા રમતા ટીમ ઈન્ડિયાએ 296 રન બનાવ્યા હતા જેના જવાબમાં આફ્રિકાની ટીમ 218 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ આ સીરિઝ 2-1થી જીતી લીધી છે. આ મેચમાં સંજુ સેમસને 108 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. 

સંજુની ODI અને આંતરરાષ્ટ્રીય કરિયરની પહેલી સદી 
ત્રીજી વનડેમાં ભારતીય વિકેટકીપર અને અનુભવી બેટ્સમેન સંજુ સેમસન સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો.  વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પછી સંજુએ માત્ર તેની ODI કારકિર્દીની જ નહીં પરંતુ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પણ પ્રથમ સદી સાઉથ આફ્રિકા સામે ફટકારી હતી. 110 બોલમાં સદી ફટકાર્યા બાદ સંજુ સેમસને શાનદાર રીતે ઉજવણી કરી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

સદી ફટકારી પોતાના બાઈસેપ્સ બતાવવા લાગ્યો સંજુ સેમસન 
સંજુ સેમસન ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો. 94ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા તેણે 114 બોલમાં 108 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 3 છગ્ગા પણ જોવા મળ્યા હતા. જ્યારે સંજુએ તેની સદી પૂરી કરી ત્યારે તેણે તેની ઉજવણી થોડી અલગ રીતે કરી હતી. સેમસને બેટ અને હેલ્મેટ નીચે મૂક્યા અને પછી તેના બાઈસેપ્સને બતાવવાનું કરવાનું શરૂ કર્યું. તેણે બતાવ્યું કે તે કેટલો શક્તિશાળી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એકંદરે, સંજુનું આ સેલિબ્રેશન જોવા જેવું હતું, 2021માં ODIમાં ડેબ્યુ કર્યા બાદ, સંજુએ 16 ODI મેચોમાં 56.66ની એવરેજ અને 99.60ની સ્ટ્રાઈક રેટથી 510 રન બનાવ્યા છે. સંજુએ 2015માં T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તે આ ફોર્મેટની 24 મેચોમાં 19.68ની એવરેજ અને 133.57ની સ્ટ્રાઈક રેટથી 280 રન બનાવવામાં સફળ રહ્યો છે. 

સુનીલ ગાવસ્કરે પણ સંજુની આ ઇનિંગની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે આ ઇનિંગમાં મારા માટે સૌથી ખાસ બાબત તેની શોટ સિલેક્શન હતી. ગાવસ્કરે કહ્યું, ભૂતકાળમાં તે સારી શરૂઆત છતાં આઉટ થઈ ગયો હતો. આજે, તમે તેના પર બિલકુલ દોષ ન લગાવી શકો, મને લાગે છે કે આ સદી તેની કારકિર્દી બદલી નાખશે. ગાવસ્કરે આશા વ્યક્ત કરી કે આ સદીના કારણે સંજુને વધુ તક મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ