બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Sanjay Rauts Controversial Speech Gujarat Businessmen and Rulers Want to Enslave Mumbai

નિવેદન / સંજય રાઉતના વિવાદિત બોલ: કહ્યું ઉદ્યોગપતિઓ ગુજરાતનાં અને સત્તાધીશો પણ, મુંબઈને બનાવવા માંગે છે ગુલામ

Megha

Last Updated: 10:54 AM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય રાઉતે કહ્યું, “આનો અર્થ એ છે કે મુંબઈ ભવિષ્યમાં મહારાષ્ટ્રનો ભાગ નહીં રહે અને જો તે રાજ્ય સાથે રહે તો પણ તે ખૂબ જ નબળું થઈ જશે.'

  • મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું
  • ષડયંત્રકારો શહેરમાં સતત હુમલા કરીને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા
  • ઉદ્યોગો અને પ્રોજેક્ટ મુંબઈની બહાર ખસેડવામાં આવી રહ્યા છે

શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ષડયંત્રકારો શહેરમાં સતત હુમલા કરીને તેને દરેક સ્તરે નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે 'તેમની પાર્ટી મુંબઈમાં કોઈને નુકસાન પહોંચાડવા દેશે નહીં અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનવા દેવામાં આવશે નહીં.'

આ વિશે વાતચીત કરતાં રાઉતે આગળ કહ્યું હતું કે, "મારી પાર્ટી હોય કે પછી મહારાષ્ટ્રના વસંતદાદા પાટીલથી માંડીને વસંતરાવ નાઈક સુધીના કોંગ્રેસ સાથે સંબંધ રાખવાવાળા મુખ્યમંત્રીઓ હોય, બધાએ મુંબઈને બચાવવાનો પ્રયાસ કર્યો હતો." તેમણે આક્ષેપ કર્યો હતો કે આજે પણ મુંબઈને મૂડીવાદીઓના ગુલામ બનાવવાના પ્રયાસો ચાલુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તરફ ઈશારો કરતા રાઉતે કહ્યું, "ભૂતકાળમાં પણ ઉદ્યોગપતિઓ ગુજરાતના હતા અને હવે પણ તે સમજી શકાય છે કારણ કે શાસન કરવાવાળ લોકો એ જ રાજ્યના છે. આર્થિક, ભૌગોલિક અને સામાજિક રીતે નબળું પાડવા માટે મુંબઈ પર નિરંતર હુમલો થઈ રહ્યો છે. આ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર છે. ' તેમણે કહ્યું કે, 'ઉદ્યોગો અને પ્રોજેક્ટ મુંબઈની બહાર ખસેડવામાં આવી રહ્યા છે.'

રાઉતે કહ્યું, “આનો અર્થ એ છે કે મુંબઈ ભવિષ્યમાં મહારાષ્ટ્રનો ભાગ નહીં રહે અને જો તે રાજ્ય સાથે રહે તો પણ તે ખૂબ જ નબળું થઈ જશે.' આગળ આ વિશે તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ન સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનમાં કે ન તો સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ભૂમિકા ભજવી છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ