બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / Sama is spying on the candidate of the party for the victory of the candidates in the elections

ઈલેક્શન 2022 / ચૂંટણીમાં જીત માટે જાસૂસી..."ઉમેદવારની ટાંટિયાખેચમાં બ્લેકમેલ કરવાની પણ જામી હોડ", જુઓ શું કહે છે ડિટેક્ટિવ

Dinesh

Last Updated: 06:37 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીમાં ઉમેદવારોની જીત માટે સામા પક્ષના ઉમેદવાર પર જાસૂસી કરાવી રહ્યા છે, વિશાલ ત્રિવેદીએ જાસૂસી મામલે કહ્યું ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ સહિત પ્રેમ પ્રકરણથી બ્લેકમેલ કરવાની અત્યારે હોડ જામી

  • ઉમેદવારોના નામ જાહેર થવાની સાથે જ જાસૂસ પણ સક્રિય થયા
  • ડિટેક્ટિવ એજન્સી ધરાવતા વિશાલ ત્રિવેદીનો જાસૂસી મામલે ખુલાસો
  • "ઉમેદવાર જીત માટે સામા પક્ષના ઉમેદવાર જાસૂસી કરાવે"


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે.  રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય ધમાચકડીને લઈ મહત્વની માહિતી સામે આવી છે કે, ઉમેદવારોને જીતાડવા માટે અકબીજા પોતાના વિરોધ પક્ષના ઉમેદવારો પર જાસૂસી કરાવી રહ્યા છે. 
 
ઉમેદવારો પર જાસૂસી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થઈ ગયા બાદ ઉમેદવારના નામ જાહેર થઈ રહ્યા છે. ઉમેદવારના નામ જાહેર થવાની સાથે જાસૂસ પણ સક્રિય થઈ ગયા છે. ઉમેદવાર જીત માટે અકબીજાના વિરોધ પક્ષના ઉમેદવારો પર જાસૂસી કરાવી રહ્યા છે. ઉમેદવારનો ભૂતકાળ, પ્રેમ પ્રકરણ કે ગુનાહિત ઇતિહાસની કુંડળીની સાથે આર્થિક રીતે કેવી રીતે મજબૂત થઈ રહ્યા છે તેની પર જાસૂસ નજર રાખી રહ્યા છે.

 ડિટેક્ટિવ વિશાલભાઈ ત્રિવેદીનો ખુલાસો
કોંગ્રેસ અને આપ પાર્ટીએ ઉમેદવારોના કેટલાક નામો જાહેર કર્યા છે ત્યારે ભાજપ ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે ત્યારે ડિટેક્ટિવ એજન્સી ધરાવતા વિશાલભાઈ ત્રિવેદીનો જાસૂસી મામલે ખુલાસો સામે આવ્યો છે તેમણે કહ્યું વિરોધ પક્ષના ઉમેદવારની જન્મકુંડળી કાઢવા નેતાઓ અમારો સંપર્ક કરે છે તેમણે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉમેદવાર જીત માટે સામા પક્ષના ઉમેદવાર પર જાસૂસી કરાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ સહિત પ્રેમ પ્રકરણથી બ્લેકમેલ કરવાની અત્યારે હોડ જામી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ