બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Salute to women power: AMC will launch 25 e-autos exclusively driven by women

આત્મનિર્ભર / નારી શક્તિને સલામઃ AMC દ્વારા ફક્ત મહિલાઓ સંચાલિત ૨૫ ઈ-ઓટો શરૂ કરાશે

Vishal Khamar

Last Updated: 07:30 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલા સશક્તિકરણ અમે મહિલાઓને આત્મનિર્ભર બને તે માટે અનેક પ્રકારનાં પ્રોત્સાહન અપાઈ રહ્યા છે. જે અનુસંધાને મ્યુનિ. તંત્રના સંયુક્ત ઉપક્રમે ઈ-ઓટો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે.

  • AMC દ્વારા ફક્ત મહિલાઓ સંચાલિત ૨૫ ઈ-ઓટો શરૂ કરાશે
  • મહિલાઓને ડ્રાઈવિંગ તાલીમ, લર્નિંગ લાઈસન્સ, સબસિડી વગેરેની મદદ કરાશે
  • ઈ-રિક્ષાની ખરીદી ઉપર તંત્ર દ્વારા વિહિકલ ટેક્સમાંથી માફી

મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના મામલે અનેક પ્રકારનાં પ્રોત્સાહન અપાઈ રહ્યાં છે. હવે ગુજરાત સીએસઆર ઓથોરિટી અને મ્યુનિ. તંત્રના સંયુક્ત ઉપક્રમે ઈ-ઓટો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જે અંતર્ગત ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત ૨૫ ઈ-ઓટો શરૂ કરાશે. આનાથી મહિલાઓની રોજગારી તો સુનિશ્ચિત થશે જ, આની સાથે પર્યાવરણની સુરક્ષા પણ જળવાશે.
ઈ-ઓટો પ્રોજેક્ટ હેઠળ  રીક્ષાની ખરીદી માટે સબસીડી મળશે
ઈ-ઓટો પ્રોજેક્ટ હેઠળ ૨૫ ઈ-ઓટો શરૂ કરવા સત્તાવાળાઓએ ગઈ કાલે વર્તમાનપત્રોમાં જાહેરાત આપી રસ ધરાવતી મહિલાઓની અરજી મંગાવી છે. જેમાં પસંદ થનાર મહિલા અરજદારોને ઈ-રિક્ષાનાં સંચાલન માટે ડ્રાઇવિંગ એજન્સીઓ દ્વારા ડ્રાઇવિંગ તાલીમ, લર્નિંગ લાઇસન્સ વગેરે અપાવા પ્રતિ તાલીમાર્થી માટે રૂ. ૭૫૦૦ના ખર્ચની જોગવાઈ કરાઈ છે. મ્યુનિ. તંત્ર દ્વારા અરજદારને રિક્ષા ખરીદી માટે બેન્ક લોન માટે તથા રાજ્ય સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે રોજગાર માટેની યોજના હેઠળ ૩૦ ટકા સબસિડી તેમજ રાજ્યની ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ઈ-વિહિકલની ખરીદી માટે અપાતી રૂ. ૪૮ હજારની સહાય માટે યુસીડી વિભાગ મદદ કરશે. મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા સીએસઆર પ્રોજેક્ટ હેઠળ રિક્ષાની ખરીદી કરવા રૂ. ૩૦ હજારની સહાય ચૂકવાશે.

ત્રણ વર્ષ સુધી લાભાર્થી તેનું વેચાણ કરી શકશે નહી
ઈ-રિક્ષાની ખરીદી ઉપર તંત્ર દ્વારા વિહિકલ ટેક્સમાંથી માફી અપાશે. ઈ-રિક્ષાની માલિકી મહિલા અરજદારની રહેશે. લાભાર્થીએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી તેનું સંચાલન કરવાનું રહેશે, ત્યાં સુધી લાભાર્થી તેનું વેચાણ કરી શકશે નહીં તેમજ ભાડે આપી શકશે નહીં. ઈ-રિક્ષા માટે સહાય મેળવનાર લાભાર્થીએ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સૂચવવામાં આવેલો લોગો ઈ-રિક્ષા પર ફરજિયાતપણે પ્રદર્શિત કરવાનો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ