બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Salman Khan watches India-Pakistan match with Sanjay Dutt's son in Dubai, watch video
Megha
Last Updated: 01:09 PM, 21 April 2024
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન વિશેની ચર્ચાઓ એવી છે ક્યારેય સમાપ્ત થતી નથી. છેલ્લા કેટલાક દિવસોથી સલમાન ખાન પોતાની સુરક્ષાને લઈને ચર્ચામાં છે. જાનથી મારી નાખવાની ધમકીઓ અને તેના ઘર ગેલેક્સીની બહાર ફાયરિંગની ઘટના પછી, ભાઈજાનની સુરક્ષા હેડલાઇન્સનો ભાગ બની ગઈ છે.
ADVERTISEMENT
એવામાં હવે હાલ દુબઈથી સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં તેઓ એક શોનો ભાગ બનવા માટે દુબઈ ગયા હતા અને તેઓ ભારત અને પાકિસ્તાન કરાટે મેચ જોવા ગયા હતા. આ દરમિયાન સંજય જય દત્તનો પુત્ર શહરાન પણ સલમાન સાથે જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
જણાવી દઈએ કે શાહરાન સંજય દત્તનો અને તેની ત્રીજી પત્ની માન્યતા દત્તનો પુત્ર છે અને તેની એક બહેન પણ છે. જ્યારે સંજય દત્તને તેની પહેલી પત્ની રિચા શર્માથી એક પુત્રી ત્રિશાલા છે. હાલ સલમાન અને શાહરાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હવે દુબઈથી પરત ફર્યા બાદ મુંબઈ એરપોર્ટ પરથી સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાન સાથે સુરક્ષાકર્મીઓનો કાફલો પણ જોવા મળ્યો હતો. દુબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આજે સવારે સલમાન ખાન પરત ફર્યા ત્યારે પેપ્સે કેમેરામાં સલમાન ખાનની ઝલક રેકોર્ડ કરી હતી, જેનો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
સલમાન ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા છેલ્લે ફિલ્મ 'ટાઈગર 3' માં સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યો હતો. 'ટાઈગર 3' બાદ હવે સલમાન ખાન 'સિકંદર'માં જોવા મળશે. જેની અભિનેતાએ ઈદના અવસર પર ચાહકો માટે જાહેરાત કરી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.