બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / salman khan sister arpita khan complaint for diamond earing stolen police arrest a man

બોલિવુડ / ભાઈજાનની બહેનના ઘરે ચોરી, 'દબંગ' પોલીસે 24 કલાકમાં જ કેસ ઉકેલ્યો, ઘરનો આ વ્યક્તિ નીકળ્યો ચોર

Manisha Jogi

Last Updated: 08:24 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની બહેન અર્પિતાએ પોલીસમાં ફરિયાદ કરવાને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. અર્પિતાની ઈયરિંગ્સ ચોરાઈ હતી, જે બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

  • સલમાન ખાનની સાથે સાથે તેમનો પરિવાર પણ ચર્ચામાં રહે છે
  • સલમાન ખાનની બહેન અર્પિતાએ પોલીસ ફરિયાદ કરી
  • અર્પિતાના ઘરેથી ચોરાઈ 5 લાખની ઈયરિંગ્સ

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની સાથે સાથે તેમનો પરિવાર પણ ચર્ચામાં રહે છે. સલમાન ખાનની બહેન અર્પિતાએ પોલીસમાં ફરિયાદ કરવાને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. મુંબઈના ખારમાં અર્પિતાનું ઘર આવેલ છે, જ્યાંથી અર્પિતાની ઈયરિંગ્સ ચોરાઈ હતી, જે બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. 

અર્પિતા ખાને ફરિયાદ કર્યા પછી પોલીસે આ મામલે સંદીપ સિંહ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ મુંબઈના પાર્લે ઈસ્ટના અંબેવાડી સ્લમ વિસ્તારમાં રહે છે. સંદીપ અર્પિતા ખાનના ઘરે હેલ્પર તરીકે કામ કરતો હતો, જેની ચોરીના મામલે ધરપકડ કરવામાં આવી છે. 

5 લાખ રૂપિયાની ઈયરિંગ્સ
કહેવામાં આવી રહ્યું છે કે, આ ઈયરિંગ્સની કિંમત 5 લાખ રૂપિયા હતી અને તે મેકએપ ટ્રેમાં રાખી હતી. જે મળી રહી નહોતી. ત્યારપછી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે ઘરમાં જ કામ કરતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો 16મેનો છે. તે દિવસે પોલીસે તપાસ કરીને ચોરને પકડી લીધો છે. 

સંદીપના ઘરેથી મળી ઈયરિંગ્સ
સંદીપ છેલ્લા ચાર મહિનાથી અર્પિતાના ઘરે કામ કરતો હતો અને તે કોઈને કહ્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. સંદીપના ઘરેથી ચોરી થયેલ ઈયરિંગ્સ મળી આવી છે અને પોલીસ રિમાન્ડમાં છે. તમને જણાવી દઈએ કે, અર્પિતા અને આયુષ શર્મા તેમના બે બાળકો સાથે તે ઘરમાં રહે છે. 

સલમાન ખાનના અન્ય સભ્યોની જેમ અર્પિતા પણ કોઈ પણ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. વર્ષ 2014 અર્પિતાના આયુષ શર્મા સાથે લગ્ન થયા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ