બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan is planning for a child but not getting married! Said, now the law has changed

ગપશપ / બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે સલમાન ખાન પણ નથી કરવા લગ્ન! કહ્યું, હવે કાયદો બદલાઈ ગયો છે

Megha

Last Updated: 12:04 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈજાનને એક વાતચીત દરમિયાન તેમના લગ્નના આયોજન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'લગ્ન માટે પ્લાનિંગ હતું પણ એ વહુ માટે નહિ પણ બાળક માટે હતું. '

  • લગ્ન માટે પ્લાનિંગ હતું પણ એ વહુ માટે નહિ પણ બાળક માટે
  • સલમાન ખાને બેબી પ્લાનિંગ કર્યું હતું 
  • મારા બાળકની માતા મારી પત્ની બનીને આવશે એ નહીં જોઈતું 

અભિનેતા સલમાન ખાનને બાળકો પ્રત્યેનો ઘણો પ્રેમ છે એ બધા જાણે છે. તે ઘણીવાર તેની ભત્રીજીઓ અને ભત્રીજાઓ સાથે સમય વિતાવે છે. આશ્ચર્યની વાત એ છે કે 'દબંગ' સ્ટારે એકવાર પોતાનું બાળક રાખવાનું વિચાર્યું હતું. એવામાં તાજેતરમાં જ્યારે ભાઈજાનને એક વાતચીત દરમિયાન તેમના લગ્નના આયોજન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'લગ્ન માટે પ્લાનિંગ હતું પણ એ વહુ માટે નહિ પણ બાળક માટે હતું. '

સલમાન ખાને બેબી પ્લાનિંગ કર્યું હતું 
સલમાન ખાને કહ્યું, “આ પ્લાન હતો. પણ એ મારે પત્ની માટે નહીં પણ બાળક માટે જોઈતી હતી પરંતુ કાયદા મુજબ ભારતમાં આવું ન થઈ શક્યું હોત. હવે જોઈએ કે શું કરવું અને કેવી રીતે કરવું. જ્યારે સલમાને આ જવાબ આપ્યો તો શોમાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

કાયદો બદલાઈ ગયો છે
નોંધનીય છે કે સલમાન ખાન તેના ભત્રીજા આહિલ શર્માને કેટલો પ્રેમ કરે છે અને ઘણીવાર તેની સાથે સમય વિતાવે છે. તાજેતરની એક વાતચિત દરમિયાન જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે એક સમયે કરણ જોહરને તેના લગ્ન વિશે પૂછ્યું હતું અને તે હવે બે બાળકોનો પિતા છે, ત્યારે સલમાને જવાબ આપ્યો, 'હું તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ કાયદો બદલાઈ ગયો છે, તો જોઈએ હવે શું થાય છે. મને બાળકોનો ખૂબ શોખ છે. અમારી પાસે આખો જિલ્લો છે, આખું ગામ છે. પરંતુ મારા બાળકની માતા મારી પત્ની બનીને આવશે.

આ સાથે પહેલીવાર સલમાન ખાને કહ્યું કે સેટ પર છોકરીઓ માટે કેમ નિયમો છે. સલમાને કહ્યું કે તે પારિવારિક ફિલ્મો બનાવે છે, તેથી તે સેટ પર સમાન વાતાવરણ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. મહિલાઓએ પૂરા કપડાં પહેરવા જોઈએ કારણ કે કેટલાક છોકરાઓના ઈરાદા ખરાબ હોય છે અને મારા સેટ પર હું એવા છોકરાઓને આવી તક આપવા માંગતો નથી.

મહિલાઓનું શરીર મૂલ્યવાન છે એટલે ઢાંકીને રાખવું જોઈએ 
એક વાતચિત દરમિયાન સલમાનને પૂછવામાં આવ્યું હતું કે શું તેની હિરોઈનોને સેટ પર એવી સૂચના આપવામાં આવે છે કે તેમણે યોગ્ય કપડાં પહેરીને આવવું જોઈએ અને કોઈની પાસે ડીપ નેકલાઈન ન હોવી જોઈએ?આના પર સલમાને કહ્યું, 'જ્યારે તમે સારી ફિલ્મ બનાવો છો ત્યારે દરેક વ્યક્તિ આખા પરિવાર સાથે તેને જુએ છે.' વધુમાં તેને કહ્યું કે 'મહિલાઓનું શરીર ખૂબ જ મૂલ્યવાન છે, તેથી મને લાગે છે કે તે જેટલું વધારે ઢાંકવામાં આવશે તેટલું સારું રહેશે'.

છોકરાઓને કારણે આવો નિયમ બનાવ્યો છે 
સલમાન કહે છે, 'આજકાલ વાતાવરણ થોડું એવું છે... આ છોકરીઓનું ચક્કર નથી, છોકરાઓનું ચક્કર છે, છોકરાઓ છોકરીઓને જે રીતે જુએ છે, તમારી બહેનો, પત્નીઓ, માતાઓ એ મને નથી ગમતું. ક્યારેક લોકોનો ઈરાદો બગડી જાય છે, તેથી અમે પ્રયાસ કરીએ છીએ કે જ્યારે અમે કોઈ ફિલ્મ બનાવીએ ત્યારે અમે તેમને એ મોકો નથી આપવા માંગતા કે એ લોકો અમારી મહિલાઓનેએ રીતે જુએ. .'

'OTT પર લાગવું જોઈએ સેન્સર '
સલમાને તાજેતરમાં OTT પર બતાવવામાં આવતી સામગ્રી વિશે કહ્યું હતું કે તેને સેન્સર કરવું જોઈએ.OTT કન્ટેન્ટના સવાલ પર સલમાને કહ્યું કે, "ફિલ્મોમાં એક્સ્ટ્રા પંચ હોય તો A સર્ટિફિકેટ આવે છે, પરંતુ અહીં તે અલગ પ્રકારનું છે અને અહીં A, B સર્ટિફિકેટ નથી."  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ