બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma out or not out The umpire gave a wrong decision video went viral

IPL 2023 / રોહિત શર્મા આઉટ કે નોટ આઉટ? હિટમેનની વિકેટને લઈને અમ્પાયરે આપ્યો ખોટો નિર્ણય! VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 12:39 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલની મેચને લઈને ચાહકો દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા નોટ આઉટ હતો છતાં તેને પેવેલિયનમાં પાછા ફરવું પડ્યું હતું

  • રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની 150મી મેચમાં કેપ્ટનશીપ કરી
  • રોહિત શર્માને અમ્પાયરોની નિષ્ફળતાનો ભોગ બનવું પડ્યું હતું
  • રોહિત શર્મા નોટ આઉટ હતો છતાં તેને પેવેલિયનમાં પાછા ફરવું પડ્યું

ગઇકાલે IPLના ઈતિહાસની 1000મી મેચ રમાઈ હતી અને એ મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. આ સાથે જ રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની 150મી મેચમાં કેપ્ટનશીપ કરી હતી અને ગઇકાલે જ  રોહિત શર્માનો જન્મદિવસ પણ હતો. આ સાથે જ તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટન તરીકે 10 વર્ષ પણ પૂરા કર્યા હતા. ગઇકાલની એ મેચ ખૂબ ખાસ હટી જો કે આ દરમિયાન રોહિત શર્માને અમ્પાયરોની નિષ્ફળતાનો ભોગ બનવું પડ્યું હતું.

ગઇકાલની મેચને લઈને ચાહકો દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા નોટ આઉટ હતો છતાં તેને પેવેલિયનમાં પાછા ફરવું પડ્યું હતું કારણ કે મેદાન પરના અમ્પાયરે તેને ક્લોઝ કોલ પર બોલ્ડ આઉટ આપ્યો હતો પણ તે ખોટું હતું. 

રોહિત શર્મા આઉટ કે નોટ આઉટ?
વાત એમ છે કે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે 213 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવાનું શરૂ કર્યું ત્યારે મુંબઈએ સારી શરૂઆત કરી હતી પણ બીજી ઓવરના છેલ્લા બોલ પર રોહિત શર્માએ જગ્યા બનાવી અને સંદીપ શર્માના બોલને ઓફ સાઇડમાં કટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે આમાં તેઓ નિષ્ફળ ગયો.  એ સમયે રાજસ્થાન રોયલ્સનો વિકેટકીપર સંજુ સેમસન સ્ટમ્પની નજીકથી વિકેટકીપિંગ કરી રહ્યો હતો અને બોલ ઓફ સ્ટમ્પની નજીક આવ્યો અને બેઈલ પડી ગયા.

આઉટ થવા પર હિટમેને પણ ન લીધો રિવ્યુ 
જો કે પહેલી વખત જોતાં એવું જ લાગે કે રોહિત શર્મા ક્લીન બોલ્ડ થયો છે અને આ જ કારણે મેદાન પરના અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. જો કે તે સમયે એવું પણ લાગતું હતું કે ગ્લોવ્સનો ભાગ સ્ટમ્પને અથડાયો હશે પણ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. એ સમયે કેપ્ટન રોહિત શર્માએ પણ રિવ્યુ નહતો લીધો કારણ કે  તેને ખબર ન હતી કે શું થયું. હવે વાત એમ છે કે જ્યારે તે આઉટ થયો અને રિપ્લે જોવામાં આવ્યો ત્યારે એક એન્ગલથી વ્યુ અલગ હતો અને બીજા એન્ગલથી સત્ય બહાર અવાયું હતું પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. 

વિડીયો થયો વાયરલ 
હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ વીડિયોમાં જોઈ શકો છો કે સંદીપ શર્માનો નકલ બોલ ઓફ સ્ટમ્પની ટોચની નજીક હતો અને સંજુ સેમસનના ગ્લોવ્ઝ પણ સ્ટમ્પની નજીક હતા.બોલ સ્ટમ્પની નજીકથી પસાર થતાં જ સેમસનના ગ્લોવ્સ પણ આવ્યો હતો અને ગ્લોવનો એક ભાગ ઑફ સ્ટમ્પ પર વાગ્યો અને બેલ્સ પડી ગયા. એ સમયે અમ્પાયરે રોહિત શર્માને આઉટ જાહેર કર્યો હતો. અંહિયા એક વાત મહત્વની છે કે કોઈ પણ ખેલાડી બોલ્ડના નિર્ણયની સમીક્ષા કરતો નથી.આવી સ્થિતિમાં રોહિતે પણ ન કર્યું અને અમ્પાયરોએ પણ તેને ક્રોસ ચેક ન કર્યું, હવે તેના પર સવાલો ઉઠી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ