બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Rishi Sunak was 'locked' outside his own house in front of the media, kept knocking on the door Watch video
Megha
Last Updated: 11:32 AM, 10 December 2023
ADVERTISEMENT
બ્રિટિશના પ્રધાનમંત્રી ઋષિ સુનક થોડા સમય માટે તેના ઘરની બહાર લોક થઈ ગયા હતા, હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાત એમ છે કે પીએમ ઋષિ સુનક તેના ઘરની બહાર નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રૂટને રિસીવ કરવા માટે ઘરની બહાર આવ્યા હતા. આ પછી ઘરનો દરવાજો અકસ્માતે અંદરથી બંધ થઈ ગયો હતો અને બંને પીએમ ઘરની બહાર થોડા સમય માટે ઉભા જોવા મળ્યા હતા.
Rishi Sunak gets locked out of 10 downing street while meeting with the dutch prime minister pic.twitter.com/jlkZ8WBDsY
— UB1UB2 West London (Southall) (@UB1UB2) December 9, 2023
ADVERTISEMENT
ઋષિ સુનક થોડા સમય માટે તેના ઘરની બહાર લોક થઈ ગયા
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘરનો દરવાજો બંધ થઈ ગયા બાદ બંને પીએમ થોડા અસ્વસ્થ દેખ્યા છે કારણ કે મીડિયા સતત એમનું કવરેજ કરી રહ્યું છે. એ સમયે ઋષિ સુનક ઘરની દરવાજો ખટખટાવે છે અને થોડી વાર પછી અંદરથી દરવાજો ખૂલે છે ત્યાર બાદ બંને ઘરની અંદર જાય છે.
ટેકનિકલ સમસ્યાને કારણે ઘરની બહાર લોક થયા પીએમ
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના ડચ સમકક્ષ માર્ક રૂટ બુધવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ફોટોગ્રાફરો માટે હસતાં હસતાં પોઝ આપતા જોવા મળ્યા હતા. હાલ વાયરલ થયેલ વીડિયોમાં ઋષિ સુનક ડચ નેતાનું સ્વાગત કરતાં જોવા મળ્યા હતા. જ્યાં બંનેએ ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યો હતો. પરંતુ તે પછી આ નેતાઓ રાહ જોતા જોવા મળ્યા હતા કારણ કે એમને ગેટ ખોલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે એ એક ટેકનિકલ સમસ્યા હતી. જો કે, આ પછી બંને નેતાઓએ આરામથી 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર બેઠક કરી હતી.
Rishi Sunak appeared to be locked out of Number 10 as he welcomed his Dutch counterpart Mark Rutte.
— Sky News (@SkyNews) December 8, 2023
The pair met to discuss 'the scourge of illegal migration' and the UK's Rwanda policy, as well as the conflict in the Middle East and Ukraine.https://t.co/xItZsH7tea pic.twitter.com/63JM4YpC4v
બંને પીએમ વચ્ચે શું વાતચીત થઈ?
પીએમના પ્રવક્તાએ કહ્યું, "બંને નેતાઓએ મધ્ય પૂર્વની સ્થિતિ સહિત અનેક ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી." તેમણે હમાસ દ્વારા બંધકોને મુક્ત કરાવવાની લડાઈ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ગાઝામાં સતત વધી રહેલી માનવીય દુર્ઘટના પર પણ ખેદ વ્યક્ત કર્યો. બંનેએ ગાઝાની મદદ માટે આગળ આવવાની વાત પણ કરી છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિશ્વ શાંતિનું પગલું / ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ પડ્યો, PM નેતન્યાહુએ કર્યું મોટું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.