બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / right time to buy gold touches the lowest in last 6 months

ખુશખબર / સોનાને લઈને આવ્યા સૌથી મોટા ખુશખબર, અત્યાર સુધીમાં થયો 8000નો ઘટાડો

Kavan

Last Updated: 06:31 PM, 26 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવ ફરી એકવાર 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે ચાલી રહ્યો છે. MCX પર ગોલ્ડના ડિસેમ્બરનો વાયદો 48513 રૂપિયા પર બંધ થયો છે. જો કે, આજે તેમાં આશરે 200 રૂપિયા જેટલી તેજી જોવા મળી છે.

  • સોના-ચાંદીના ભાવમાં થઇ રહી છે વધઘટ
  • 6 મહિના દરમિયાન 8000 રૂપિયા સુધી સસ્તુ સોનું 
  • કોરોનાની વેક્સિનને કારણે જોવા મળી રહી છે તેજી-મંદી 

ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં સોનું 4 ટકા કરતા સસ્તુ થયું છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં 2.5 અને 3.5 ટકાનો ઘટાડો થયો છે. સોનામાં રેકોર્ડ લેવલથી આશરે રૂ 8,000 સસ્તું થયું છે. 

 gold silver prices on 25 February gold price tumbles rs 954 per 10 gram in delhi know new rates

સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો 

આપને જણાવી દઇએ કે 7 ઓગસ્ટ 2020 ના રોજ સોનું 10 ગ્રામ દીઠ 56191 રૂપિયા હતું, તે જ મહિનામાં 25 ઓગસ્ટે સોનું 48,500 રૂપિયા પર આવ્યું હતું. ત્રણ મહિના પછી, સોનું ફરી આ સ્તરે પહોંચ્યું છે.

દિલ્હીના માર્કેટમાં 44705 રૂપિયાનો ભાવ

બુલિયન વેબસાઇટ ibja.com મુજબ, આજે દિલ્હીમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 44705 રૂપિયા છે, જે ગઈકાલે પ્રતિ 10 ગ્રામ દીઠ 44824 રૂપિયા હતો, એટલે કે આજે ભાવ રૂ 199 ઓછા છે. આવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવમાં પણ 130 રૂપિયા ઘટાડો થયો છે.

મેટ્રો સિવાયના મોટા ભાગના શહેરોમાં ઘટ્યા સોનાના ભાવ 

દિલ્હી સિવાયના બાકી મેટ્રો શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બેંગલુરૂમાં સોનાનો ભાવ 46200 રૂપિયા, ચેન્નાઇમાં  46400 રુપિયા, કલકત્તામાં 50070 તો મુંબઇમાં 49800 રૂપિયા 10 ગ્રામ છે. 

ચાંદીના ભાવમાં થયો છે વધારો 

બુલિયન માર્કેટમાં આજે ચાંદીના ભાવ ઉંચકાયા છે, એક બુલિયન વેબસાઇટના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 60,050 છે. જે ગઇકાલની તુલનામાં 59,500 રૂપિયા હતો. એટલે કે ચાંદી 550 રૂપિયામાં મોંઘી છે.

કોરોના વેક્સિનની સમાચારને કારણે જોવા મળી રહી છે વધ-ઘટ

કોરોના વાયરસ વેક્સિનના સમાચારોથી સોના અને ચાંદીના ભાવો પર સતત દબાણ જોવા મળ્યું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે લાંબા ગાળા સુધી સોના-ચાંદીમાં તેજીનું અનુમાન છે. રસી પર પ્રારંભિક સફળતાથી સોનાના વલણમાં ઘટાડો થયો છે અને વૈશ્વિક ઇક્વિટી માર્કેટમાં રોકાણ વધ્યું છે. અમેરિકામાં પણ રાજકીય અનિશ્ચિતતા સમાપ્ત થઈ ગઈ છે. વૈશ્વિક વિકાસમાં રિકવરી થવાની આશાને કારણે સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ