બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / richest ganpati pandal in mumbai gsb seva mandal 2023

ગણપતિ બાપ્પા મોરયા / VIDEO: 66 કિલો સોનું, 300 કિલો ચાંદી અને 360 કરોડ રૂપિયાનો તો ખાલી વીમો: આ છે ભારતનું સૌથી અમીર ગણેશ પંડાલ, તમે પણ કરો દર્શન

Arohi

Last Updated: 12:34 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSB Seva Mandal 2023: GSB ગણેશ મંડળ મુંબઈના કિંગ્સ સર્કલમાં સ્થિત છે ત્યાં ભક્તોની ખૂબ જ ભીડ જામેલી હોય છે. આ મંડળે રામ મંદિર નિર્માણમાં પણ 48 ગ્રામ સોનું અને 167 કિલો ચાંદી દાન કર્યું છે.

  • આ છે મુંબઈના સૌથી અમીર ગણપતી
  • 66 કિલો સોનું, 300 કિલો ચાંદી
  • 360 કરોડ રૂપિયાનો તો ખાલી વીમો

ગણેશ ચતુર્થીને લઈને આખા મહારાષ્ટ્રમાં તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈના લાલ બાગના રાજાની ઝલક જોવા માટે ભક્તોની ભીડ જામે છે. લાલ બાગના રાજા સિવાય મુંબઈમાં એક ગણપતિ પંડાલ છે જેની ચર્ચા ખૂબ જ થાય છે. 

જણાવી દઈએ કે મુંબઈમાં સારસ્વત બ્રાહ્મણ મંડળે મુંબઈના સૌથી અમીર ગણપતિની સ્થાપના કરી છે. 15 ફૂડના ગણપતિની મૂર્તિને 66 કિલોગ્રામ વજનના સોનાના આભૂષણો અને 295 કિલોગ્રામ વજનના ચાંદીના આભૂષણોથી સજાવવામાં આવ્યા છે.  

દરરોજ 50 હજાર ભક્ત કરશે ભોજન 
GSB Seva Mandalના મહા ગણપતિનો 360.40 કરોડ રૂપિયાનો વીમો પણ કરવામાં આવ્યો છે. તેના ઉપરાંત સુરક્ષા માટે હાઈ-ડેંસિટી કેમેરા પણ લગાવ્યા છે. જીએસબી ગણેશ સાર્વજનિક ગણેશ ઉત્સવનું આ 69મું વર્ષ છે. અહીં દરરોજ 50 હજાર ભક્ત ભોજન કરશે અને 2 લાખથી વધારે ભક્તો દર્શન માટે આવશે. 

જીએસબી સેવા મંડળના ચેરમેને જણાવ્યું કે, "અમારા ગણેશ મંડળનો 360.40 કરોડ રૂપિયાનો વીમો કરવામાં આવ્યો છે. 360 કરોડ રૂપિયામાંથી 38.47 કરોડ રૂપિયાની એક સર્વ-જોખમ વીમા પોલિસી છે જે સોના અને ચાંદીના લાખોના આભૂષણો માટે વિવિધ પ્રકારના જોખમોને કવર કરે છે. 2 કરોડ રૂપિયા આગ અને ભૂકંપ જેવા જોખમોને કવર કરે છે. 30 કરોડ રૂપિયા એક સાર્વજનિક કવર છે જે પંડાલ અને ભક્તોની સુરક્ષા માટે છે. 289.50 કરોડ રૂપિયાનો સૌથી મોટો ભાગ સ્વયંસેવકો અને કર્મચારીઓ માટે વ્યક્તિગત દુર્ઘટના વીમા કવર છે."

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai gsb seva mandal richest ganpati pandal ગણેશ ઉત્સવ gsb seva mandal 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ