બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / સુરત / Relief verdict for bomb blast victims, witnesses testify without fear: ACP balance sheet of probe team

ન્યાય / બોંબ બ્લાસ્ટ કેસના પીડિતો માટે રાહતનો ચુકાદો, સાક્ષીઓએ ડર્યા વગર આપી જુબાની: તપાસ ટીમના ACP સરવૈયા

Mehul

Last Updated: 05:00 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લાસ્ટની ઘટના બાદ રચાયેલી તપાસ સમિતિમાં સુરત ક્રાઈમબ્રાંચના ACP સરવૈયા તપાસ ટીમમાં સામેલ  હતા. તેઓએ જણાવ્યું કે  ચુકાદો ઐતિહાસિક ગણી શકાય.દેશમાં પ્રથમ વખત 38 લોકોને ફાંસી

  • દેશને અસ્થિર કરવા આતંકવાદીઓનો પ્રયાસ 
  • બ્લાસ્ટ કેસના તપાસનિશ અધિકારી સરવૈયા 
  • 14 વર્ષ પહેલાની ઘટનાનો ચુકાદો એ અંતિમ ન્યાય 

ગુજરાતમાં સીરીયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદા બાદ હવે તપાસનિશ અધિકારીઓ 14 વર્ષ પહેલાની ઘટના અને તેઓએ ફરજ દરમિયાન કેવા અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું તે તાદુર્શ કરે છે. આવા જ એક અધિકારી હતા  બ્લાસ્ટ કેસની તપાસ ટીમમાં સામેલ આર.આર. સરવૈયા. બ્લાસ્ટની ઘટના બાદ રચાયેલી તપાસ સમિતિમાં સુરત ક્રાઈમબ્રાંચના ACP સરવૈયા તપાસ ટીમમાં સામેલ  હતા. તેઓએ જણાવ્યું કે  ચુકાદો ઐતિહાસિક ગણી શકાય.દેશમાં પ્રથમ વખત 38 લોકોને ફાંસીની સજા સંભળાવાઈ છે ઉપરાંત  બોંબ બ્લાસ્ટ કેસના પીડિતો માટે આનંદ અને રાહતનો ચુકાદો કહી શકાય તેમ છે. સીરીયલ બ્લાસ્ટથી ભારત દેશને અસ્થિર કરવા માટે આતંકવાદીઓએ પ્રયાસ કર્યો હતો. 

આ કેસની કડીઓ મેળવવા સરકારની મદદ તપાસ ટીમને સતત મળતી રહી હતી. અન્ય રાજ્યોમાં કેસ ઉકેલાયા ન હતા પણ ગુજરાતમાં એમ ન થયુ. તો ઘટનાના સાક્ષીઓએ પણ સચોટ અને સાચી જુબાની ડર્યા વગર આપી હતી. ગુજરાત પોલીસે માત્ર આરોપીઓને પકડીને સંતોષ માન્યો ન હતો. પરંતુ આરોપીઓ સામેના નાનામાં નાના પુરાવાઓ પણ એકત્ર કર્યા હતા. દેશના અન્ય રાજ્યોની પોલીસ ટીમોનો પણ આ કેસમાં સહયોગ રહ્યો હતો. કોર્ટે તમામ બાબતો પર મંથન કરીને આવકારદાયક ચુકાદો આપ્યો સાથોસાથ અલગ અલગ ધર્મના સાક્ષીઓએ આરોપીઓ સામે નિવેદનો આપ્યા છે 

અમદાવાદમાં 2008ના એ બોમ્બ બ્લાસ્ટ જ્યારે અમદાવાદ આખું ધ્રુજી ઉઠ્યું હતું. તે દરેક અમદાવાદી ક્યારેય ભૂલી નહી શકે. જોકે આ કેસમાં હવે 14 વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. જેમાં દેશમાં પ્રથમ વખત 38 દોષિતોને એક સાથે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી આ સાથે કોર્ટે મૃતકના પરિજનોને 1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે. તેમજ બ્લાસ્ટ કેસમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર રૂપિયા વળતર ચૂકવવા તેમજ સામાન્ય ઈજા પહોંચી હોય તેઓને 25 હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
 
દંડની રકમ માંથી મૃતક અને ઘાયલોને વળતર ચૂકવશે  

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 2008ના બોમ્બ બ્લાલ્ટ કેસમાં આરોપીઓને UAPA એક્ટ હેઠળ દોષિતોને સંભળાવાઈ સજા સંભળાવવામાં આવી છે. જેમાં કોર્ટે આરોપીઓને આરોપીઓને 2.85 લાખનો દંડ ફટકર્યો છે. જ્યારે આરોપી.નંબર 07 ને 2.88 લાખનો દંડ ફટકર્યો છે. કોર્ટે આદેશ કર્યો કે દંડની રકમમાંથી મૃતકો અને ઘાયલોને વળતર ચૂકવાશે  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ