બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Relief to Congress: ED will not take any action on tax collection till Lok Sabha elections are over

Lok Sabha Election 2024 / કોંગ્રેસને મોટી રાહત: લોકસભા ચૂંટણી ખતમ થવા સુધી ટેક્સ વસૂલાત પર IT નહીં કરે કોઇ કાર્યવાહી

Priyakant

Last Updated: 01:22 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવકવેરા વિભાગે કોર્ટમાં કહ્યું કે, તે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે નહીં, અમે લોકસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પક્ષની પરેશાનીઓ વધારવા માંગતા નથી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ આવકવેરા વિભાગે કોંગ્રેસને 1700 કરોડની વસૂલાત માટે નોટિસ આપી છે. પાર્ટી આનાથી ચિંતિત છે અને લોકસભા ચૂંટણી દરમિયાન આટલી મોટી કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહી છે. આ દરમિયાન આવકવેરા વિભાગે સુપ્રીમ કોર્ટમાં જે કહ્યું છે તે કોંગ્રેસ માટે મોટી રાહત મળી શકે છે. આવકવેરા વિભાગે સોમવારે કોર્ટમાં કહ્યું કે, તે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે નહીં. આટલું જ નહી વિભાગે કોર્ટને કહ્યું કે, આ કેસ જૂન સુધી સ્થગિત કરવામાં આવે અને ચૂંટણી પછી જ સુનાવણી હાથ ધરવામાં આવે. આવકવેરા વિભાગે કહ્યું કે, અમે લોકસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પક્ષની પરેશાનીઓ વધારવા માંગતા નથી. 

કોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી 24 જુલાઈએ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગનો ઉપયોગ કરીને પાર્ટીને અસ્થિર કરવા માંગે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારની કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, હજુ ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વિભાગ ઇચ્છતું નથી કે, ચૂંટણી દરમિયાન કોઇપણ પક્ષને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડે. વાસ્તવમાં કોંગ્રેસે હાઈકોર્ટના 2016ના નિર્ણયને પડકારતા કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આવકવેરા વિભાગ તેમને નોટિસ જાહેર કરી રહ્યું છે.

વધુ વાંચો: નહીં સુધરે ચાલબાઝ ચીન! ફરીવાર અરુણાચલ પ્રદેશને લઇને કર્યો ચોંકાવનારો દાવો, બદલ્યા 30 શહેરોના નામ

નોંધનીય છે કે, ખુદ રાહુલ ગાંધીએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એવું લાગે છે કે દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. અમારા ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને કરોડોની નોટિસ મોકલવામાં આવી રહી છે. આ પછી પણ દેશની કોર્ટ, ચૂંટણી પંચ અને મીડિયા મૌન છે. બધા એક સાથે આ શો જોઈ રહ્યા છે. લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Lok Sabha Election 2024 news આવકવેરા વિભાગ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ