બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 02:37 PM, 1 April 2024
ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ચીને ફરી એકવાર નાપાક હરકત કરી છે. અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો દાખવવાના તાજેતરના પ્રયાસો વચ્ચે, ડ્રેગનએ ભારતીય રાજ્યમાં વિવિધ સ્થળોના 30 નવા નામોની યાદી બહાર પાડી છે. જો કે આ નામોની વધુ વિગતો હજુ સુધી ઉપલબ્ધ નથી. આ નામો ચીની અક્ષરોમાં લખાયેલા છે. આ નામો પર્વતો, નદીઓ અને સ્થળોને આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને આર્મી ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી ચીન સ્તબ્ધ છે. તેઓ અરુણાચલ પ્રદેશને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. જો કે, યોગ્ય જવાબ આપતા, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. આ પહેલા પણ ભારત અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસને નકારી રહ્યું છે. ભારત કહે છે કે રાજ્ય દેશનો અભિન્ન અંગ છે અને "કાલ્પનિક" નામ રાખવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં.
ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે 'જંગનાન'માં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યાદી બહાર પાડી, એક અહેવાલ મુજબ ચીન અરુણાચલ પ્રદેશને 'જંગનાન' કહે છે અને રાજ્યને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે. મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર પ્રદેશ માટે વધારાના 30 નામો પોસ્ટ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ઇનકિલરથી લઇને પેરાસિટામલ..., 800થી વધારે દવાઓ આજથી મોંઘી થઇ જશે, જાણો કેટલા ટકાનો કરાયો વધારો
જો કે આ નામો વિશે વધુ માહિતી બહાર આવી નથી. પરંતુ જાણવા મળ્યું છે કે આ નામો અરુણાચલ પ્રદેશના 11 રહેણાંક વિસ્તારો, 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પાસ અને એક ખાલી જમીન છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.