બ્રેકિંગ ન્યુઝ
VTV / Reliance Industries Now Ambani company will also sell Pan pasand: Deal finalized for Tutti-Frooti too
ADVERTISEMENT
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપની કંપનીઓ એક પછી એક નવા સેક્ટરમાં પ્રવેશ કરી રહી છે. કંપની હવે ઘણી મોટી બ્રાન્ડ ખરીદી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નામે વધુ એક નવી કંપની બનવા જઈ રહી છે, જેમાં પાન પસંદથી લઈને મેંગો મૂડ અને ટુટી ફ્રુટી સુધીની પ્રખ્યાત બ્રાન્ડ છે.

ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિલાયન્સ કન્ઝ્યુમર બહુ જલ્દી રાવલગાંવ સુગર કન્ફેક્શનરીની ઘણી બ્રાન્ડ્સ હસ્તગત કરવા જઈ રહ્યા છે. આ માટે બંને કંપનીઓ વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. રિલાયન્સ કન્ઝ્યુમર અને રાવલગાંવ સુગર કન્ફેક્શનરી વચ્ચે રૂ. 27 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
_5.jpg)
ADVERTISEMENT
આ ડીલ પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે કોફી બ્રેક, પાન પસંદ, મેંગો મૂડ, ટુટી ફ્રુટી, ચોકો ક્રીમ અને સુપ્રીમ વગેરે જેવી બ્રાન્ડ્સ હશે. રાવલગાંવ સુગર ફાર્મના બોર્ડે આ ડીલને મંજૂરી આપી દીધી છે, જેના વિશે કંપનીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે. કંપનીએ કહ્યું કે બોર્ડે રૂ. 27 કરોડના સોદામાં ટ્રેડમાર્ક, રેસિપી સહિત તમામ અધિકારો સાથે આ બ્રાન્ડ્સના વેચાણને મંજૂરી આપી છે.
વધુ વાંચો: એક સમયે 800 રૂપિયાની નજીક હતો આ મોટી કંપનીનો શેર, આજે કિંમત 2 રૂપિયા: હવે ફરી આવી તેજી
ADVERTISEMENT
બંને કંપનીઓ વચ્ચેના સોદામાં એસેટ અને જવાબદારીઓનો સમાવેશ થતો નથી. રાવલગાંવ સુગર ફર્મની જવાબદારીઓ પણ તેમની પાસે રહેશે. કંપનીએ કહ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી શુગર બોયલ્ડ કન્ફેક્શનરી બિઝનેસમાં સમસ્યાનો સામનો કરી રહી છે. તેથી એમને બિઝનેસ વેચવાનું નક્કી કર્યું. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ FMCG એક રિટેલ બિઝનેસ ફર્મ છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સમગ્ર રિટેલ બિઝનેસનું ધ્યાન રાખે છે. છેલ્લા કેટલાક મહિનામાં રિલાયન્સે રિટેલ સેક્ટરમાં ડઝનબંધ સોદા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.