બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Red Alert in Dwarka: Rain will occur in Ahmedabad, Bhavnagar and other areas, heavy for 2 more days

સાંબેલાધાર આગાહી / દ્વારકામાં રેડ એલર્ટ: અમદાવાદ, ભાવનગર સહિતના વિસ્તારોમાં થશે સાંબેલાધાર એન્ટ્રી, હજુ 2 દિવસ અતિભારે

Malay

Last Updated: 08:12 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Monsoon Update News: ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે દ્વારકા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

  • વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 4 દિવસ સમગ્ર રાજ્યમાં રહેશે વરસાદ
  • 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • આજે દ્વારકામાં વરસાદને લઈને રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદની આગાહી: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે ધમાકેદાર થઈ છે અને અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. 

દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોન્સૂન ટ્રફ અને અન્ય સિસ્ટમના કારણે વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી 4 દિવસમાંથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 2 દિવસ વરસાદનું વધુ જોર રહેશે, જે બાદ વરસાદનું જોર ઘટશે. બે દિવસ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. આજે દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 
આજે દ્વારકામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે નવસારી, વલસાડ, ડાંગ, જામનગર, પોરબંદર,  દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર કચ્છ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.

2 દિવસ ભારે વરસાદની આગાહી 
આજે (22 જુલાઈ) જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આજે વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ રહેશે. અમદાવાદમાં પણ ભારેથી સામાન્ય વરસાદની આગાહી છે. 

અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ કરી છે આગાહી 
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ