બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / RCBનું સપનું ફરી ચકનાચૂર, કોહલી ભાવુક, રાજસ્થાન હૈદરાબાદ સામે ટકરાશે

IPL 2024 / RCBનું સપનું ફરી ચકનાચૂર, કોહલી ભાવુક, રાજસ્થાન હૈદરાબાદ સામે ટકરાશે

Last Updated: 11:29 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

19મી ઓવરમાં રાજસ્થાન રોયલ મેચ જીતી ગયું ,રાજસ્થાન હૈદરાબાદ સામે ટકરાશે.

RR vs RCB Eliminator Live: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમો ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝનમાં એકબીજાની સામે છે. બંને વચ્ચે એલિમિનેટર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ જેમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં RCBએ 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે મજબુત પક્કડ બનાવી હતી. અને 10 ઓવરમાં 2 વીકેટ ગુમાવીને 85 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ સ્ટાર ખેલાડી વિરાટ કોહલીના થ્રો પર રનઆઉટ થયો હતો. તેણે મેચમાં 8 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સએ 15 ઓવરમાં 4 વીકેટ ગુમાવી 126 રન બનાવ્યા હતા. મેચ અંતિમ પાંચ ઓવરમાં રસાકસી ભરી બની હતી.મોહમ્મદ સિરાજે એક જ ઓવરમાં રેયાન પરાગ અને શિમરોન હેટમાયરની વિકેટ લીધી હતી. રાજસ્થાન રોયલ્સે 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા છે. જો કે 19મી ઓવરમાં રાજસ્થાન રોયલ મેચ જીતી ગયું હતું.RCBનું સપનું ફરી ચકનાચૂર, કોહલી ભાવુક, રાજસ્થાન હૈદરાબાદ સામે ટકરાશે.

કોહલી-પાટીદાર અને લોમરોરે RCBનો કબજો લીધો

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. ટીમ માટે રજત પાટીદારે 34 રન, વિરાટ કોહલીએ 33 રન અને મહિપાલ લોમરોરે 32 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. આ ચાર સિવાય કેમેરોન ગ્રીને 27 રન બનાવ્યા હતા. રાજસ્થાન ટીમ તરફથી ઝડપી બોલર અવેશ ખાને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે સ્પિનર ​​આર અશ્વિનને 2 સફળતા મળી હતી. ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલને 1-1 વિકેટ મળી હતી.

Virat-Kohli--RCB

કોહલીએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો

કોહલી IPL ઈતિહાસમાં 8 હજાર રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધી કુલ 252 મેચ રમી છે, જેમાં તેણે 38.67ની શાનદાર એવરેજથી 8004 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 સદી ફટકારી છે. કોહલીએ IPLમાં 55 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 272 સિક્સર અને 705 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ પણ 131.97 રહ્યો છે. કોહલી બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન બીજા સ્થાને છે, જેણે 222 મેચમાં 35.26ની એવરેજથી 6769 રન બનાવ્યા છે.

rcb-rr

રાજસ્થાન માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર

66 - યુઝવેન્દ્ર ચહલ (SR: 15.6)

65 - સિદ્ધાર્થ ત્રિવેદી (SR: 23.1)

61 - શેન વોટસન (SR: 22.3)

57 - શેન વોર્ન (SR: 20.9)

47 - જેમ્સ ફોકનર (SR: 19.2)

RCB ટીમ સતત 6 મેચ જીતીને આવી રહી છે

આ મેચ જીતનારી ટીમ ક્વોલિફાયર-2 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ પછી જે ટીમ આ મેચ જીતશે તેનો મુકાબલો ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે થશે. આ ટાઈટલ મેચ 26મી મેના રોજ ચેન્નાઈમાં રમાશે.

ફાફ ડુ પ્લેસિસની કપ્તાની હેઠળની RCB, પ્લેઓફમાંથી બહાર જવાની અણી પર રહીને સનસનાટી રીતે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ 8 મેચમાંથી 7 હાર્યા બાદ, RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે. આરસીબીએ છેલ્લી સતત 6 મેચ જીતી છે.

આ પણ વાંચોઃ IPL 2024 / 'મારી અંતરઆત્માએ..' વિજય માલ્યાએ કોહલી પર કર્યું ટ્વિટ, લોકો કહ્યું SBI...

જ્યારે સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમનું એક સમયે ટોપ-2માં સ્થાન નિશ્ચિત જણાતું હતું, પરંતુ સતત 4 મેચ હારવાને કારણે અને KKR સામેની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ જવાને કારણે તે સનરાઈઝર્સ હૈદરાબાદ પછી ત્રીજા સ્થાને રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 આઇપીએલ 2024 Virat Kohli રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરાટ કોહલી ipl રેકોર્ડ રાજસ્થાન રોયલ્સ RCB vs RR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ