બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ratna jyotish the luckiest gemstone for aquarius people changes their destiny

રત્ન શાસ્ત્ર / કુંભ રાશિના જાતકો માટે આ છે સૌથી ભાગ્યશાળી રત્ન, બદલાઈ શકે છે ભાગ્ય

Premal

Last Updated: 12:24 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાશિ ચક્રમાં અગિયારમી રાશિ કુંભ છે. જેનો સ્વામી શનિ છે. કુંભ રાશિના જાતકો માટે રત્ન શાસ્ત્રમાં ઘણા રત્ન જણાવવામાં આવ્યાં છે. આ રત્ન ધારણ કરવાથી મનુષ્યના બગડેલા કામ પણ થવા લાગે છે.

  • કુંભ રાશિના સ્વામી છે શનિ ગ્રહ
  • બધા રત્નોમાં નીલમ સૌથી શક્તિશાળી રત્ન
  • નીલમ રત્ન ધારણ કરવાથી મનુષ્યના અટકેલા કામ થાય છે પૂર્ણ 

શનિને પ્રસન્ન કરવા માટે કરો નીલમ રત્ન ધારણ

કુંભ રાશિના જાતકો માટે રત્ન શાસ્ત્રમાં ઘણા રત્ન જણાવવામાં આવ્યાં છે. આ બધા રત્નોમાં નીલમ સૌથી શક્તિશાળી રત્ન છે. શનિને પ્રસન્ન કરવા માટે જ્યોતિષાચાર્ય નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપે છે. આ રત્ન ધારણ કરવાથી મનુષ્યના અટકેલા કામ પણ થવા લાગે છે.

કુંભ રાશિના પુરૂષ માટે

જ્યોતિષાચાર્ય કુંભ રાશિના પુરૂષોને જમુનિયા ધારણ કરવાની સલાહ આપે છે. આ રત્ન કુંભ રાશિના પુરૂષો માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. જમુનિયા રત્ન ધારણ કરવાથી કુંભ રાશિના પુરૂષોની તાર્કિક ક્ષમતા અને એકાગ્રતા વધી જાય છે. આ રત્ન તેમને શાંતિપૂર્વક અને તર્કપૂર્ણ વિચારવાની ક્ષમતાને પ્રોત્સાહન આપે છે. આ રત્નને ધારણ કરવાથી મોટાભાગની શારીરીક અને માનસિક બિમારીઓમાંથી છૂટકારો મળે છે. કુંભ રાશિના જાતકોને અનિદ્રા, ચિંતા, માથાનો દુ:ખાવો જેવી બિમારીઓને દૂર કરવા માટે જમુનિયા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. 

કુંભ રાશિની મહિલાઓ માટે

કુંભ રાશિની મહિલાઓ માટે લીલા રંગનો રત્ન પન્ના ખૂબ ભાગ્યશાળી હોય છે. આ રત્નને ધારણ કરવાથી તેમનામાં બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ ઝડપથી થવા લાગે છે. આ રત્ન પ્રેમ સંબંધોમાં ફેરફાર લાવવામાં મદદ કરે છે. આ રત્નને ધારણ કરવાથી ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ પીડા દરમ્યાન થતા માનસિક તણાવમાં ઘટાડો થાય છે. આ રત્નને ધારણ કરવાથી નાણાંકીય લાભ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ