બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Rath Yatra 2023 when Ahmedabad Rathyatra started and amid communal riots in 1946 and 1969 Rath Yatra took place

Rathyatra 2023 / જ્યારે અમદાવાદમાં સરજૂ નામના હાથીએ સૂંઢથી ફેંકી દીધી પોલીસની ગાડી, રથ ખેંચ્યો અને કર્ફ્યૂ તૂટ્યો, રથયાત્રા નીકળી

Megha

Last Updated: 09:18 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે. એવામાં શું તમે જાણો છો કે અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ કયારથી થયો હતો? અને 1946, 1969માં કોમી રમખાણો વચ્ચે પણ અમદાવાદમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.

  • આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી
  • અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ કયારથી થયો?
  • અમદાવાદમાં 1946, 1969માં કોમી રમખાણો વચ્ચે નીકળી હતી રથયાત્રા

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 4:30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હતી. જે બાદ સવારે 4:44 વાગ્યે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 05:30 વાગ્યે ભગવાન જગન્નાથ અને 5:35 વાગ્યે બહેન સુભદ્રાજી અને 5:50 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ કયારથી થયો?
દર વર્ષે અષાઢી બીજના રોજ આ રથયાત્રા નીકળે છે. એવામાં શું તમે જાણો છો કે અમદાવાદમાં 2 જુલાઇ 1878માં આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારથી લઇને આજ દિન સુધી એવું બન્યુ નથી કે રથયાત્રા નીકળી ન હોય. જો કે અમદાવાદમાં એવી સ્થિતિ ઘણીવાર ઉભી થઇ કે રથયાત્રાનું આયોજન કરવું અશક્ય હોય. પરંતુ જગતના નાથ જેનું નામ, સ્થિતિ ગમે તેવી વિપરીત હોય પણ જગન્નાથજી નગરચર્યાએ તો નીકળે જ. 

અમદાવાદમાં 1946, 1969માં કોમી રમખાણો વચ્ચે રથયાત્રા
અમદાવાદમાં 1946, 1969 અને 1985ની રથયાત્રા ઐતિહાસિક હતી. કારણ કે આ ત્રણેય વર્ષે અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 1946 અને 1969ના વર્ષમાં રથયાત્રા સમયે બે કોમ વચ્ચે ખૂબ જ ઘર્ષણભર્યો માહોલ હતો. જેના કારણે હુલ્લડો ફાટી નીકળ્યાં હતા. જો કે રથયાત્રાનો પરંપરાગત રૂટ મોટાભાગે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ખૂબ જ ગંભીર સ્થિતિ હતી. પરંતુ તેમ છતાં રથયાત્રા શાંતિપૂર્વક નીકળી હતી. ત્યારે આજે વાત કરીએ 1985ની રથયાત્રાની. 1985માં તો ગુજરાત સરકારે રથયાત્રા પર જ પ્રતિબિંધ મૂકી દીધો હતો તેમ છતાં પણ રથયાત્રા નીકળી  આવો જાણીએ કેવી રીતે.

'જગન્નાથ મંદિરના પરિસરમાં જ રહેતા હતા પીએમ મોદી'
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે  વર્ષ 1985ની વાત કરીએ તો આ સમયે પીએમ મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સંઘ પ્રચારક તરીકે કામ કરતા હતા. તે સમયે તેઓ જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના પરિસરમાં જ આવેલી એક રૂમમાં રહેતા હતા. તેઓ મંદિરમાં જ રહીને ગૌસેવા કરતા અને સવારે 4 વાગે મંગળાઆરતીમાં અચૂક હાજરી આપતા. તેઓને જગન્નાથ મંદિરનો ખીચડીનો પ્રસાદ ખૂબ જ પ્રિય હતો.  

1985માં અમદાવાદમાં કર્ફ્યુ વચ્ચે કેવી રીતે નીકળી રથયાત્રા
આ અંગે વધુમાં ડૉ. ભરત અમીને જણાવ્યું કે  1985માં  માધવસિંહ સોલંકીની સરકાર હતી. સમગ્ર અમદાવાદમાં  શૂટ એન્ડ સાઇટનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો.  પોલીસ કમિશનરે રથયાત્રાની પરમિશન આપી ન હતી.  બધાને એમ જ લાગતુ હતું કે 108મી રથયાત્રા હવે નહીં નીકળી શકે.  આવા સમયે સંઘ પ્રચારક નરેન્દ્ર મોદીએ મંદિરના કાર્યકર્તાઓ તેમજ તેમના સંપર્કમાં હોય તે તમામ સાથે મિટીંગ કરી કે રથયાત્રાની પરંપરા ન તૂટવી જોઇએ.  તેમણે પ્લાન બનાવ્યો કે કર્ફ્યુ વચ્ચે પણ કેવી રીતે રથને મંદિરની બહાર લાવી શકાય. 

હાથીએ રથ ખેંચીને મંદિરની બહાર લાવ્યો -મહેન્દ્ર ઝા
આ અંગે ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યું કે  રથયાત્રાની મંજૂરી તો હતી નહી પરંતુ સંઘ પ્રચારક નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રથયાત્રા યોજવાનો પ્લાન તૈયાર હતો. જો કે ભગવાન પણ પોતે નગરચર્યાએ જવા ઇચ્છતા હોય કે બન્યુ એવું કે  ભગવાન જગન્નાથજીની પ્રેરણાથી સરજુપ્રસાદ નામના હાથીએ પોતાના દાંત વચ્ચે રથને  ખસેડીને મંદિરની બહાર લાવ્યો. કર્ફ્યુની સ્થિતિ હતી એટલે મંદિરના દરવાજા સામે જ પોલીસનો કાફલો હતો. બેરિકેડ્સ લગાવેલા હતા. આ બેરેકેડ્સને હાથીએ સૂંઢ વડે ધક્કો મારીને હટાવી દીધા. આ દ્રશ્યોને જોઇને ભગવાન નગરચર્યાએ જવા માગે છે કે તેવો સંકેત સમજીને કર્ફ્યુ વચ્ચે પણ રથ આગળ વધ્યો અને ધીરે ધીરે ભક્તો પણ રથયાત્રામાં જોડાતા ગયા.

આવી રથયાત્રા ક્યારેય નથી જોઇ-વસંત બહેરે 
આ અંગે ડ઼ૉ. ભરત અમીને જણાવ્યું કે કર્ફ્યુની વચ્ચે પણ 10-10 લોકોની સાથે મીટિંગ કરી. મહાવતો, ગૌપાલકો તથા રથ ખેંચનાર સહિત યુવાનોને તૈયાર કર્યા. આમ શૂટ એન્ડ સાઇટ કર્ફ્યુ વચ્ચે અસંભવ કામગીરીને શક્ય બનાવીને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા કાઢી. આ રથયાત્રા વખતે હાજર એવા એક વસંત બહેરે નામના વ્યક્તિએ જણાવ્યું કે કર્ફ્યૂ તો હતો પરંતુ  રથયાત્રામાં એક ગોળી પણ ન છૂટી અને ક્યારેય ન જોઇ હોય તેવી આ ઐતિહાસિક રથયાત્રા હર્ષોલ્લાસ ભેર યોજાઇ.

1993માં રથને બુલેટપ્રુફ કાચથી પ્રોટેક્શન અપાયું હતું
વર્ષ 1993માં બાબરી ધ્વંસ બાદ રથયાત્રા યોજાવવા જઇ રહી હતી. રથયાત્રા પર હુમલો થાય તેવી શકયતા જણાઈ રહી હતી. જેથી રથયાત્રાની સુરક્ષાના હેતુથી ભગવાન જગન્નાથના ત્રણ રથોને બુલેટપ્રૂફ કાચથી સુરક્ષિત કરાયા હતા. રથયાત્રામાં તોફાન થયા હતા છતાં રથ સલામત રીતે નિજ મંદિર પરત ફર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ