બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Ranbir Kapoor reduced the fee by 50% for the film 'Animal', Rashmika to Bobby Deol got so many crores

મનોરંજન / ફિલ્મ 'એનિમલ' માટે રણબીર કપૂરે ફીમાં કર્યો 50% નો ઘટાડો, રશ્મિકાથી લઈને બોબી દેઓલને મળ્યા આટલા કરોડ

Megha

Last Updated: 04:50 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ જોરદાર ચર્ચા હતી કે રણબીર કપૂરે ફિલ્મ એનિમલ માટે 70 કરોડ રૂપિયાની ચાર્જ કર્યા છે પણ હકીકતમાં આ રિપોર્ટ ખોટો છે. આ ફિલ્મ માટે અભિનેતાએ તેની ફીમાં 50 ટકાનો ઘટાડો કર્યો હતો.

  • રણબીર કપૂરની ફિલ્મ એનિમલની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે 
  • રણબીરે ફિલ્મ માટે 70 કરોડ નહીં પણ આટલા રૂપિયા લીધા 
  • અન્ય સ્ટાર કાસ્ટે કેટલા રૂપિયા ફી લીધી?

જ્યારથી રણબીર કપૂરની ફિલ્મ એનિમલનું ટીઝર બહાર આવ્યું છે ત્યારથી અભિનેતા અને ફિલ્મ બંને ચર્ચાનો વિષય બની છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર એટલો ખતરનાક અંદાજમાં જોવા મળ્યો છે કે તે આજ સુધી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. તેથી, ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

રણબીર કપૂરે ફિલ્મ એનિમલ માટે કેટલી ફી લીધી?
હાલમાં જ જોરદાર ચર્ચા હતી કે રણબીર કપૂરે આ અવતારમાં દેખાવા માટે 70 કરોડ રૂપિયાની ભારે ફી લીધી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ રિપોર્ટ ખોટો છે. હકીકતમાં, આ ફિલ્મ માટે અભિનેતાએ તેની નિયમિત ફીમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.

રણબીરે ફિલ્મ માટે 70 કરોડ નહીં પણ આટલા રૂપિયા લીધા 
વાસ્તવમાં એનિમલનું મેકિંગ બે વર્ષથી ચાલી રહ્યું છે અને ફિલ્મમાં ઘણો વિલંબ થયો છે. ફિલ્મના નિર્માણમાં મોટી ફીના કારણે કોઈપણ પ્રકારના દબાણને ટાળવા માટે, રણબીરે તેની 70 કરોડ રૂપિયાની કથિત ફીમાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો. હા, અભિનેતાએ આ ફિલ્મ માટે 30 થી 35 કરોડ રૂપિયા લીધા છે.

અન્ય સ્ટાર કાસ્ટે કેટલા રૂપિયા ફી લીધી?
ઉપરાંત, અભિનેતાએ નિર્માતા સંદીપ રેડ્ડી વાંગા અને ભૂષણ કુમાર સાથે નફો શેર કરવાનો સોદો કર્યો છે. અન્ય સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં રણબીર કપૂરની પત્નીની ભૂમિકા ભજવી રહેલી રશ્મિકા મંદન્નાને તેના રોલ માટે 4 કરોડ રૂપિયાની ફી મળી છે રણબીર કપૂરના પિતાનું પાત્ર ભજવી રહેલા અનિલ કપૂરે 2 કરોડ રૂપિયાની ફી લીધી છે. તે જ સમયે, ખતરનાક વિલન અવતારમાં જોવા મળતા બોબી દેઓલને 4 કરોડ રૂપિયા મળ્યા છે.

જો ટ્રેડ એનાલિસ્ટનું માનીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થશે. જણાવી દઈએ કે, આ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ