બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Ram Mandir Scam Pran Pratishtha Ceremony is going to be held on January 22 scammers are also laying their traps to trap people

સાવધાન / વ્હોટ્સએપથી લઈને ઓનલાઈન ડિલિવરી સુધી.. રામ મંદિરના નામે ચાલી રહ્યા છે 4 મોટા કૌભાંડ, જાણી લેજો નહીંતર ફસાઈ જશો

Pravin Joshi

Last Updated: 08:24 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. જ્યાં આ કાર્યક્રમની જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ લોકોને ફસાવવા માટે સ્કેમર્સ પણ પોતાની જાળ બિછાવી રહ્યા છે. અનેક પ્રકારના કૌભાંડો દ્વારા લોકોને છેતરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

  • 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે
  • રામ મંદિરના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના પ્રયાસ
  • લોકોને ફસાવવા માટે સ્કેમર્સ પણ બિછાવી રહ્યા છે પોતાની જાળ
  • વોટ્સએપ પર ચાલી રહ્યું છે VIP આમંત્રણ કૌભાંડ

22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેકની વિધિ યોજાવાની છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી, સચિત તેંડુલકર, અમિતાભ બચ્ચન સહિત દેશની ઘણી મોટી હસ્તીઓ ભાગ લઈ રહી છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવા દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. સ્કેમર્સ તમારી તૈયારીઓને બગાડી શકે છે. આ વખતે સ્કેમર્સ લોકોની લાગણીનો ફાયદો ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ઓનલાઈન માર્કેટમાં આવા અનેક કૌભાંડો ચાલી રહ્યા છે, જેમાં રામ મંદિરના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. વોટ્સએપથી લઈને રામ મંદિર પ્રસાદ સુધી સ્કેમર્સ લોકોને છેતરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ચાલો જાણીએ આવા જ કેટલાક કૌભાંડો વિશે જે તમારા વિશ્વાસનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

Topic | VTV Gujarati

વોટ્સએપ પર ચાલી રહ્યું છે VIP આમંત્રણ કૌભાંડ

ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે VIP એક્સેસનો મેસેજ મળી રહ્યો છે. આ મેસેજમાં તેમને APK ફાઈલ મોકલવામાં આવી રહી છે. જોકે, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ લોકોને આવી ફાઈલો વિશે સાવધાન કરી રહ્યા છે. આવી ફાઇલો ડાઉનલોડ કરવાને કારણે તમારો ફોન હેક થઈ શકે છે. આવા મેસેજ પર ક્લિક ન કરવું સારું રહેશે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું કહેવું છે કે APK ફાઇલ્સ સુરક્ષા માટે મોટી ચિંતા છે. યુઝર્સે આવા સાયબર ધમકીઓ સામે સાવધાન રહેવું જોઈએ.

ભૂલથી પણ વોટ્સએપ પર આવે ઇન્ટરનેશનલ કૉલ, તો સાવધાન! તુરંત કરો આ કામ whatsapp  scam if you get call from international number do this immediately

QR કોડ કૌભાંડ

ઘણા વપરાશકર્તાઓને QR કોડ મળી રહ્યા છે. આ QR કોડ રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે મોકલવામાં આવી રહ્યા છે. યુઝર્સને આ QR કોડ સ્કેન કરીને મંદિરના નામે દાન આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો કે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ આવી કોઈ દાન યોજના શરૂ કરી નથી. આ પણ છેતરપિંડી કરનારાઓની યુક્તિ છે.

ઓનલાઈન ફ્રોડ: UPIથી પેમેન્ટમાં QR Codeની સાથે ન કરો આ ભૂલ, ખાલી થઈ જશે  તમારું બેંક ખાતુ | qr code in upi transaction do not do this work bank  accounts of people

મફત પ્રસાદ કૌભાંડ

ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ જાણતા-અજાણતા આ પ્રકારના કૌભાંડનો પ્રચાર કરી રહ્યા છે. તમે ઘણી રીલ્સમાં જોયું જ હશે કે લોકો ફ્રી ઑફર્સ માટે વેબસાઇટ વિશે જણાવે છે. ખાદી ઓર્ગેનિક નામની વેબસાઈટ યુઝર્સને ફ્રી પ્રસાદ પહોંચાડવાનો દાવો કરી રહી છે. જોકે, આ વેબસાઈટ ડિલિવરી માટે 51 રૂપિયા ચાર્જ કરી રહી છે. કંપની કહી રહી છે કે તે સાચું છે, પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા આવી કોઈ સત્તાવાર યોજના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ  લોકોને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે કોઈપણ વેબસાઈટ આ રીતે પ્રસાદ વેચી શકે નહીં.

Cyber Fraudથી સાવધાન! ઠગબાજો લાવ્યા ઓનલાઈન ફ્રોડની નવી ટ્રીક, OTP વિના જ  મહિલાના એકાઉન્ટમાંથી ઉપડી ગયા 50 લાખ | Cyber Fraud sim swapping rs 50 lakh  withdrawn from account

વધુ વાંચો : અયોધ્યા રામમંદિરમાં સૌથી પહેલા કેમ કરવામાં આવી પ્રાયશ્ચિત પૂજા? રામલલાથી કેમ માંગવામાં આવી માફી, જાણો

ઑનલાઇન ડિલિવરી એગ્રીગેટર કૌભાંડ

ઓનલાઈન એગ્રીગેટર્સ પણ આવા કૌભાંડોનો ભોગ બની રહ્યા છે. રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના નામે અનેક પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. આવી કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તે જ ચેક કરો. આ તમામ પ્લેટફોર્મ 22 જાન્યુઆરીએ અથવા તે પછી પ્રસાદ પહોંચાડવાની વાત કરી રહ્યા છે. અમારી સલાહ છે કે તમે આવા કૌભાંડોનો શિકાર ન થાઓ. સત્તાવાળાઓ લોકોને આવા કૌભાંડો વિશે ચેતવણી પણ આપી રહ્યા છે. રામ મંદિર સંબંધિત કોઈપણ માહિતી માટે લોકોને માત્ર સત્તાવાર સૂત્રો પર વિશ્વાસ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ