બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 05:46 PM, 9 December 2023
ADVERTISEMENT
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરનું ગર્ભગૃહ પણ લગભગ તૈયાર જ છે. વિશ્વ હિંદૂ પરિષદનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં મહાસચિવ ચંપત રાયે શનિવારે મંદિર અંગે કેટલીક જાણકારી આપી હતી. ચંપત રાયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'પ્રભુ શ્રી રામલલાનું ગર્ભ ગૃહ સ્થાન લગભગ તૈયાર જ છે. હામાં જ લાઈટિંગ-ફિટિંગનું કાર્ય પૂરું કરવામાં આવ્યું છે. તમારી સાથે કેટલાક ફોટોઝ શેર કરી રહ્યો છું.'
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023
ADVERTISEMENT
શ્રમિકોને પણ આમંત્રણ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે ભગવાન રામનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હિંદુસ્તાનનાં તમામ રાજ્ય, તમામ ભાષાઓ, દેશમાં પૂજા પદ્ધતિની જેટલી પણ પરંપરા છે, ગુરુ પરંપરા એ તમામ પરંપરાનાં સંત મહંત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવશે. અયોધ્યામાં ભગવાન રામ મંદિરનાં નિર્માણમાં જોડાયેલા શ્રમિકોને પણ 22 જાન્યુઆરીનાં રોજ થનારા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
4000 સંતો રહેશે હાજર
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024નાં રોજ થશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આશરે 4000 સંત હાજરી આપશે. આ સિવાય સમાજનાં દરેક ક્ષેત્ર ખેલ જગત, કલા જગત, કવિ, લેખક, સાહિત્યકાર, અનુસૂચિત જાતિ જનજાતિ ઘુમંતૂ જાતિ સેવા નિવૃત સેના અને પોલીસ અધિકારી પણ જોડાશે. ચંપત રાયે જણાવ્યું કે એવા પણ પરિવારોને બોલાવવામાં આવશે જેમના પરિવારનાં વ્યક્તિએ રામમંદિર આંદોલનમાં બલિદાન આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.