બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / rajya sabha election 24th july who will the candidate of bjp from gujarat

રાજ્યસભા ઈલેક્શન / ગુજરાતથી કોને કોને રાજ્યસભા મોકલશે BJP? PM મોદીના એકદમ ખાસ મંત્રીનું નામ માનવામાં આવે છે પાક્કું!

Malay

Last Updated: 11:27 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભામાં મોકલી શકે છે. જ્યારે અન્ય બે નેતાઓની જગ્યાએ પાર્ટી નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે.

 

  • રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી
  • ચૂંટણી પંચે મંગળવારે આની જાહેરાત કરી 
  • જુલાઈ અને ઓગસ્ટમાં 10 બેઠકો થઈ રહી છે ખાલી

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, 24 જુલાઈના રોજ ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળની 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. 

 

આ 10 નેતાઓનો પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં 10 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ'બ્રાયન (પશ્ચિમ બંગાળ)ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવાના સભ્ય વિનય ડી. તેંડુલકર, ગુજરાતમાંથી જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા, પશ્ચિમ બંગાળથી TMC સભ્યો ડોલા સેન, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ પણ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.

28 જુલાઈથી 18 ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ઉપલા ગૃહના 10 સભ્યો તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે 28 જુલાઈથી 18 ઓગસ્ટની વચ્ચે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. અન્ય એક નિવેદનમાં પંચે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાંથી TMCના લુઇઝિન્હો જોઆકિમ ફાલેરિયોના રાજીનામા બાદ રાજ્યસભામાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે 24 જુલાઈએ પેટાચૂંટણી પણ યોજાશે. તેમણે એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, જોકે, તેમનો કાર્યકાળ એપ્રિલ, 2026માં પૂરો થવાનો હતો.

ગુજરાતમાંથી કોને કરાશે રિપીટ?
ગુજરાતની ત્રણેય બેઠકો પર કોને-કોને રિપીટ કરવામાં આવશે અને કોને પડતા મુકી દેવામાં આવશે, આ એક મોટો સવાલ છે. રાજકીય વર્તુળોમાં વિદેશ મંત્રી એસ જયશંકરને ફરી રિપીટ કરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહેશે, કારણ કે કોંગ્રેસ વિધાનસભામાં નબળી સ્થિતિમાં  છે, આવી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે.

એસ. જયશંકર અને જુગલજી ઠાકોર (ફાઈલ તસવીર)

શું આ બંને નેતાઓનું કપાઈ જશે પત્તું? 
એવી ચર્ચા છે કે, ભાજપ વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભામાં મોકલશે. અન્ય બે બેઠકો પર ફેરફાર થઈ શકે છે. રાજ્યસભાના અન્ય બે સભ્યો જેમનો કાર્યકાળ પૂર્ણ થશે તેમાં જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનું નામ સામેલ છે. આ બંનેની જગ્યાએ પાર્ટી નવા ચહેરાઓ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને તક આપી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.

PM મોદી અને દિનેશ અનાવડીયા -  (ફાઈલ તસવીર)

પાર્ટી વિજય રૂપાણી અને નીતિન પટેલને મોકલી શકે છે રાજ્યસભામાં 
ચર્ચા છે કે પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રાજ્યસભામાં મોકલી શકે છે. પાર્ટી હાઈકમાન્ડે હાલમાં જ આ બંને નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. વિજય રૂપાણીને પંજાબની સાથે દિલ્હીની ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે નીતિન પટેલને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની પાંચ લોકસભા બેઠકોના ઈન્ચાર્જનું કામ સોંપવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ