ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot uday Shivanand covid hospital fire mishap 6 died

દુર્ઘટના / રાજકોટમાં મોડી રાતે ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં ભયાનક આગ, 5ના મોત, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

Published By: vtvAdmin

Last Updated: 12:26 PM, 27 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોડી રાત્રે રાજકોટ શહેરમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે 5 દર્દીઓના મોત થયા હતા. જ્યારે કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાના પગલે CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.

ADVERTISEMENT

ગુરુવારની મોડી રાતે રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયાનું અધિકારીએ જણાવ્યું છે. જ્યારે 2 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.

મૃતકોના નામ

  • રામશીભાઇ
  • નિતિનભાઇ બાદાણી
  • રસિકલાલ અગ્રાવત
  • સંજય રાઠોડ
  • કેશુભાઈ અકબરી

આ હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

  • હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
  • ICU વોર્ડમાં 11 પૈકી 5 દર્દીને બચાવી લેવામાં આવ્યા જ્યારે 5 દર્દીના થયા છે મૃત્યુ
  • સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ને આપવામાં આવી હતી મંજૂરી
  • ફાયરસેફટીના સાધનો અને ફાયર NOC સહિત તમામ જરૂરી દસ્તાવેજો હોવાનો હોસ્પિટલ સંચાલકનો દાવો
  • મુખ્યમંત્રીવિજય રૂપાણીએ માહિતી મેળવી.
  • બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરાશે - મ્યુ કમિશ્નર ઉદિત અગ્રવાલ
  • હોસ્પિટલે એન.ઓ.સી લીધેલી છે - મ્યુ. કમિશ્નર
  • એક્ઝિટગેટ અંગે તપાસ કરવામાં આવશે - મ્યુ. કમિશ્નર..

પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલના બીજા માળે મશીનરીના કોઈ કારણસર શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પોલીસ કમિશનર, મ્યુનિ કમિશનર, મેયર, વિપક્ષ નેતા, ડોક્ટર્સ, FSL ની ટીમ પહોંચી ગઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Shivanand Hospital fire accident rajkot આગ કોવિડ હોસ્પિટલ રાજકોટ Rajkot fire

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ