બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Lok Mela extended by one more day

નિર્ણય / રાજકોટનો લોકમેળો વધુ એક દિવસ લંબાવ્યો, માત્ર 4 જ દિવસમાં લાખો લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું

Priyakant

Last Updated: 11:35 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Mela of Rajkot News: લોકલાગણીને ધ્યાને રાખી કલેક્ટર દ્વારા નિર્ણય, રાજકોટનો જન્માષ્ટમીની લોકમેળો એક દિવસ લંબાવાયો

  • સૌરાષ્ટ્ર અને ખાસ કરી રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર 
  • રાજકોટનો જન્માષ્ટમીની લોકમેળો એક દિવસ લંબાવાયો
  • લોકલાગણીને ધ્યાને રાખી કલેક્ટર દ્વારા નિર્ણય

સૌરાષ્ટ્ર અને ખાસ કરી રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હાલ રાજકોટમાં જન્માષ્ટમીની મેળો ચાલી રહ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો આ લોકમેળાનો આનંદ માણવા પહોંચી રહ્યા છે. જોકે આ મેળો પહેલા આજે એટલે કે શનિવારે પૂર્ણ થવાનો હતો. પરંતુ હવે આ લોકમેળામાં એક દિવસનો વધારો કરવામાં આવતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. 

રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે આજે શનિવારે પૂર્ણ થનાર મેળો હવે આવતીકાલે રવિવાર સુધી ચાલુ રહેશે. વિગતો મુજબ લોકલાગણીને ધ્યાને રાખી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ લોકલાગણીને માન આપીને મેળાની મુદતમાં એક દિવસનો વધારો જાહેર કર્યો છે. 

વિગતો મુજબ આ લોકમેળાનાં પ્રથમ દિવસે અંદાજિત 50,000થી વધુ લોકો આવ્યા હતા. આ તરફ બીજા દિવસે 1.25 લાખથી વધુ અને ત્રીજા દિવસે 3 લાખ જેટલા લોકોએ મેળાની મજા માણી હતી. આ સાથે ગઇકાલે 2 લાખ કરતા વધુ લોકો સહિત અત્યાર સુધીમાં કુલ 7 લાખ કરતા વધારે લોકો મેળાની મોજ માણી ચુક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ