બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot court grants 9-day remand to Hitesh Thacker, who cheated a factory owner

એક્શન / નકલી IBના અધિકારી બનીને રોફ જમાવતા હિતેશ ઠાકરના 9 દિવસના રિમાન્ડ મંજૂર, કારખાનેદાર સાથે આચરી 1.22 કરોડની છેતરપિંડી

Malay

Last Updated: 03:46 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નકલી IBના અધિકારી બનીને કારખાનેદાર સાથે છેતરપિંડી આચરનાર હિતેશ ઠાકરના રાજકોટ કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં હજુ વધારે માહિતી બહાર આવે તેવી શક્યતા છે.

 

  • નકલી IBના અધિકારી બનીને વડોદરાના શખ્સે આચરી ઠગાઈ
  • જમીન અપાવવાની લાલચ આપી નકલી હુકમો અને પત્રો આપ્યા
  • કારખાનેદાર અલ્પેશ બાવનજી નારીયાએ નોંધાવી હતી ફરિયાદ

ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલા મહાઠગ કિરણ પટેલની અત્યારે સઘન તપાસ ચાલી રહી છે અને દિવસેને દિવસે કિરણે કરેલી કળા તેમજ કારનામા ઉજાગર થઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ આવો જ એક કિરણ પટેલ ફૂટી નીકળ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. રાજકોટ કોર્ટે ઠગ હિતેશ પ્રવીણચંદ્ર ઠાકરના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ નકલી IBના અધિકારીની ઓળખ આપીને રાજકોટના કારખાનેદાર સાથે છેતરપિંડી આચરી હતી. 

Hitesh Thacker of Vadodara extorted money from a businessman by pretending to be a fake IAS

શું છે સમગ્ર મામલો?
રાજકોટના સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ પર આવેલી ઈન્દ્રલોક રેસીડેન્સીમાં રહેતા અને કોપર વાયરનું કારખાનું ધરાવતા અલ્પેશ બાવનજીભાઈ નારીયાએ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શાંતિકુજ સોસાયટીમાં રહેતા અને પોતાને બોટાદમાં ડે.કલેક્ટર અને IBમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર હિતેશ ઠાકર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 

1.22 કરોડની છેતરપિંડી
ફરિયાદમાં અલ્પેશ નારીયાએ જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા તેમના ભાઈ વિજય નારીયાની ઓળખાણ વડોદરાના હિતેશ સાથે થઈ હતી. હિતેશ પોતે બોટાદમાં ડે.કલેક્ટર અને IBમાં ડેપ્યુટી ડાયરેક્ટર હોવાની ઓળખાણ આપી હતી. જે બાદ તેણે વિજયભાઈને કારખાના માટે સસ્તામાં સરકારી જમીન અપાવવાની અને ડિફેન્સમાં કોપર વાયરનો કોન્ટ્રાક્ટ અપાવાની લાલચ આપી હતી. જેના બદલામાં તેણે અલ્પેશભાઈ અને તેમના ભાઈ વિજયભાઈ પાસેથી 1.22 કરોડ રૂપિયા લીધા હતા. 

હિતેશ પ્રવીણચંદ્ર ઠાકર

ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી
લાંબો સમય થવા છતા હિતેશ ઠાકરે જમીન પણ અપાવી ન હતી તેમજ ડિફેન્સ વિભાગમાં કોપર વાયરનો ઓર્ડર પણ અપાવ્યો ન હતો. જ્યારે નકલી IAS પાસે અલ્પેશભાઈએ પૈસા પરત માંગતા તેણે ખોટા કેસમાં ફસાવી દેવાની અને ઇન્કમટેક્સની રેડ પડાવવાની ધમકી આપી હતી. 

ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ 
જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા બંને ભાઈએ આ અંગે રાજકોટ કમિશરનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપાઈ છે. ફરિયાદ બાદ ગઠીયાને પોલીસે ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ