બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / rajasthan new cm bhajan lal sharma paper leak sit committee

એક્શન / મુખ્યમંત્રીનું પદ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં ભજનલાલ શર્મા, પેપર લીક કાંડ પર કરી SITની રચના

Arohi

Last Updated: 08:19 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan New CM Bhajan Lal Sharma: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ કહ્યું કે પેપર લીક કાંડમાં આરોપીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ. તેની સાથે જ અપરાધના સામે કાર્યવાહી માટે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવે.

  • પદ સંભાળતાની સાથે એક્શનમાં CM ભજનલાલ
  • પેપર લીક રોકવા માટે SITની રચનાનો નિર્ણય 
  • એન્ટી ગેન્ગસ્ટર ટાસ્કર ફોર્સની પણ થશે રચના 

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજન લાલ શર્મા શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. તેમણે પેપર લીક મામલામાં ખાસ તપાસ સમિતિની રચનાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં પેપર લીકની ઘટના ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભજન લાલ શર્માનું કહેવું છે કે આ મામલામાં અપરાધિઓને કડકમાં કડક રજા આપવામાં આવે. તેની સાથે જ સંગઠિત ગુનામાં કાર્યવાહી માટે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવશે. 

અત્યોદય યોજના હેઠળ કરશે કામ 
તેમણે કહ્યું કે અમે પ્રધાનમંત્રી મોદીની ગેરેન્ટી અને અમારા ઘોષણાપત્રનું સંપૂર્ણ રીતે પાલન કરતા કામ કરીશુ. અમે તે સમસ્યાઓ પર કામ કરીશુ. જેનાથી દેશની જનતા ત્રસ્ત છે. અમે અંત્યોદય યોજના હેઠળ કામ કરીશું. 

રાજસ્થાનમાં પેપર લીક પર રાજકારણ 
રાજસ્થાનમાં પેપર લીકને લઈને રાજકારણ ગરમાયેલું છે. એક અનુમાન અનુસાર રાજ્યમાં છેલેલા ચાર વર્ષમાં પેપર લીકના 10થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. ગયા મહિને જ રાજસ્થાન લોક સેવા આયોગે પેપર લીકના કારણે ગ્રુપ-એ અને ગ્રુપ-બીની સીનિયર ટીચર ભરતી પરીક્ષાને રદ્દ કરે છે. તેનું સામાન્ય જ્ઞાનનું પેપર ડિસેમ્બર 2022માં થઈ ચુક્યું છે પરંતુ પેપર લીકના કારણે આયોગે તેને રદ્દ કર્યું છે. હવે આ પેપર 30 જુલાઈએ થશે. 

રાજસ્થાનમાં પેપર લીકના મામલા એટલા વધી ગયા છે કે કોંગ્રેસને પડકાર મળવા લાગ્યો. પૂર્વ ડેપ્ટી સીએમ સચિન પાયલટ ઘણી વખત મોટી માછલીઓના વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ