બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Politics / rajasthan cm ashok gehlot sarcasmon pm narendra modi says I understand all the tricks

કટાક્ષ / 'મારા મિત્ર અશોક ગેહલોત', PM મોદીના આ નિવેદન બાદ ગેહલોત બોલ્યા- હું બધી ચાલાકી સમજુ છું, પહેલા મિત્ર કહેશે પછી...

Megha

Last Updated: 11:44 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવા અનેક કટાક્ષ કરતાં કહ્યું કે, 'તે પોતાનું ભાષણ 'મારા મિત્ર અશોક ગેહલોત'થી શરૂ કરે છે અને પછી મારી જ સરકારની ખોદણી કરશે.'

  • સિનિયર માને છે તો સિનિયોરિટી અનુસાર સલાહ લો 
  • મારા મિત્ર અશોક ગેહલોત...શરૂઆત તો આ રીતે કરશે પછી.. 
  • ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવા અનેક કટાક્ષ કર્યા હતા

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર કટાક્ષ કરીને તેમના ભાષણને ચાલાકી ગણાવી હતી. આ વિશે વાત કરતાં ગેહલોતે કહ્યું હતું કે, 'હું લાંબા સમયથી રાજકારણમાં છું અને તેમની ચલાકીઓ સમજું છું.'

સિનિયર માને છે તો સિનિયોરિટી અનુસાર સલાહ લો 
વાત એમ છે કે રવિવારે જયપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે અશોક ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવા અનેક કટાક્ષ કર્યા હતા. એ સમયે એમને કહ્યું હતું કે, 'તે પોતાનું ભાષણ 'મારા મિત્ર અશોક ગેહલોત'થી શરૂ કરે છે અને પછી મારી જ સરકારની ખોદણી કરશે.' જણાવી દઈએ કે એ અવસર પર ગેહલોતે કેન્દ્ર સરકાર પાસે તેમની રાજ્ય સરકારની યોજનાઓ અને બજેટની જાહેરાતોને દેશભરમાં લાગુ કરવાની માંગ પણ કરી હતી. આ વિશે વાત કેતા એમને કહ્યું હતું કે, 'જો તેઓ સિનિયર માને છે તો સિનિયોરિટી અનુસાર સલાહ લે અને અનુભવનો લાભ લઈને અમારી યોજનાઓ સમગ્ર દેશમાં લાગુ કરે.'

મારા મિત્ર અશોક ગેહલોત...શરૂઆત તો આ રીતે કરશે પછી.. 
આગળ કટાક્ષ કરતાં એમને કહ્યું કે 'વડાપ્રધાન મોદીએ ટ્રેન ચલાવી હતી, જયપુરમાં વીસી સાથેજોડાયા હતા, એ સમયે તમે જોયું? મારા મિત્ર અશોક ગેહલોત... શરૂઆત તો તેઓ આ રીતે કરશે અને એ બાદ તેઓ મારી સરકારની આવી-તેવી કરેશે. આ એમની ચાલાકી છે, ચાલાકી. મને કહો કે એમને શું ભાષણ આપ્યું હતું. મારે પાછું ટ્વિટ કરવું પડ્યું અને મેં પીએમને ટેગ પણ કર્યા, કહ્યું તમે આજે ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું છે.'

હું પણ ઘણા સમયથી રાજકારણનો હિસ્સો છું 
ગેહલોતે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, 'હું પણ આ ચાલાકીઓ સમજું છું કારણ કે હું પણ ઘણા સમયથી રાજકારણ કરી રહ્યો છું. ' જણાવી દઈએ કે આ બધું એમને 12 એપ્રિલે વડાપ્રધાન મોદીના ભાષણ પર કહ્યું હતું. ત્યારબાદ પીએમ જયપુરમાં આયોજિત વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ