બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / rajasthan 11 student covid positive jaipur school close

આફત / શાળાઓ ખુલતા જ વકર્યો કોરોના, આ સ્કૂલના 11 બાળકો એકસામટા સંક્રમિત થતા મચ્યો હાહાકાર

Kavan

Last Updated: 02:17 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં જ જનજીવન ફરી રાબેતા મુજબ થઈ રહ્યું છે, ત્યારે રાજસ્થાનના જયપુરની શાળામાં એકસામટા 11 બાળકો કોવિડ સંક્રમિત થતાં હડકંપ મચ્યો છે.

  • કોરોનાએ મચાવ્યો હાહાકાર
  • જયપુરની શાળાના 11 બાળકો એકસામટા થયાં કોરોના સંક્રમિત
  • શાળા કરાઈ બંધ

મળતી વિગત પ્રમાણે, જયપુર સ્થિત જયશ્રી પેડીવાલ આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં એક જ દિવસમાં 11 બાળકો કોરોનાના ભરડામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. હતો. જો કે, સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા તાબડતોબ શાળા બંધ કરવાના આદેશ આપ્યા છે. 

11 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા મચ્યો ખળભળાટ 

જયશ્રી પેડીવાલ આંતરરાષ્ટ્રીય સ્કૂલના કોર્ડિનેટરે જણાવ્યું કે, ડે-બોર્ડિગ હોવાને કારણે સ્કૂલમાં સતત વિદ્યાર્થીઓનું ચૅકઅપ કરવામાં આવે છે, મુંબઈથી આવેલ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ સતત ટ્રેસિંગ કરવામાં આવતા અન્ય 11 બાળકો કોવિડ પોઝિટિવ નોંધાયા છે. જો કે, તાત્કાલિક અસરથી શાળા બંધ કરવામાં આવી છે. એક સામટા 11 વિદ્યાર્થીઓ કોરોનાના ભરડામાં સપડાતા વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

24 કલાકમાં આવતા કેસ ગત 543 દિવસના સૌથી ઓછા 

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર ભારતમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 7579 નવા મામલા સામે આવ્યા છે. મંત્રાલયે જાણકારી આપી છે કે આ ગત 543 દિવસમાં સૌથી ઓછા છે. ત્યારે ગત 24 કલાકમાં દેશમાં 236 લોકોના મોત થયા છે.

સોમવારે રસીકરણનો કુલ આંક 117.63ને પાર થયો 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં આ સમય કોરોના સંક્રમણ સક્રિય મામલા 1, 13, 584 છે. ગત 537 દિવસમાં સૌથી ઓછા છે. આ દેશમાં કુલ મામલાના 0.33 ટકા છે. ગત  24 કલાકમાં 12, 202 લોકો સાજા થયા છે. તો સોમવારે રસીકરણનો કુલ આંક 117.63ને પાર થયો છે.

મંગળવારે સવારે 7 વાગ્યા સુધીમાં દેશમાં 1,17,63,73,499 રસીના ડોઝ લાગ્યા

મંત્રાલયે કહ્યું છે કે મંગળવારે સવારે 7 વાગ્યા સુધીમાં દેશમાં 1,17,63,73,499 રસીના ડોઝ લાગ્યા છે. સોમવારે સાંજે 7 વાગે રસીના 63 લાખથી વધારે (63,98,165) ડોઝ  અપાઈ ચૂક્યા છે. કોરોનાની સામે રસીકરણ અભિયાન  ખૂબ મહત્વનું છે. જેથી તેની નિયમિત રીતે સમીક્ષા અને ઓબ્જર્વેશન કરવામાં આવી રહ્યું છે. 

એક દિવસમાં કોરોનાના 84,88 નવા મામલા

ત્યારે સોમવારે જારી આંકડા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના 84,88 નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 3,45,18,901 થઈ ગઈ હતી. સોમવારે જાણકારી આપવામાં આવી છે કે 538 દિવસમાં સામે આવેલા સૌથી ઓછા દૈનિક મામલા હતા.

દેશમાં શું રહી કોરોનાની સ્થિતિ

દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે 4 મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ