બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

VTV / ગુજરાત / અમદાવાદ / Rainfall forecast was given by the Meteorological Department in the state

વાતાવરણ પલટાયું / અમદાવાદથી લઈને અંબાજી સુધી મેઘરાજા ફરી વળ્યાઃ વાવાઝોડું આવતા ખેડૂતોમાં દોડધામ, ધીમે-ધીમે ઉનાળો લઈ રહ્યો છે વિદાય

Malay

Last Updated: 10:06 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain in Gujarat: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોનું વાતાવરણ પલટાયું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.

 

  • દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન  સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું
  • આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો
  • ભારે પવન અને  વીજળીના કડકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ
  • ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ 

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ છે. 

સાંબરકાંઠામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ 
રાજ્યમાં ખાબકેલા વરસાદ વિશે વિગતવાર વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. હિમતનગર, ઈડર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. 

ચાલુ વરસાદમાં ભક્તો લાંબી કતારો માતાજીના દર્શન માટે પહોંચ્યા
આ ઉપરાંત યાત્રાધામ અંબાજીનું વાતાવરણ પણ પલટાયું હતું. અંબાજીમાંન વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આજે પૂનમ હોવાથી અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. વરસાદ ચાલુ હોવા છતાં ભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા છે, ચાચર ચોકમાં બોલ માડી અંબે... જય જય અંબે...ના જયઘોષ સતત ગુંજી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદ શરૂ
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે મોડાસા-શામળાજી હાઇવે પર વિજીબલિટી ઘટી જતાં વાહન ચાલકો પણ પરેશાન બન્યા હતા. આ ઉપરાંત બાયડ પંથકમાં પણ ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી કરી છે.

બનાસકાંઠામાં કરા સાથે પડ્યો વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જ વતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લાના ચિત્રાસણી ગામમાં ગઈકાલે મોડી રાત્રે કરા સાથે વરસાદ પડ્યો હતો. તો વરસાદ સાથે ભારે પવનો પણ ફૂંકાયા હતા. 

પાટણના વાતાવરણમાં પલટો
સાંબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા ઉપરાંત પાટણના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પાટણ, હારીજ, રાધનપુર, સરસ્વતી, ચાણસ્મામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંકક પ્રસરી છે. ભારે બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
મહીસાગર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લુણાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ પડતાં સોસાયટી વિસ્તારમાં નદીઓ વહેતી થઈ છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતવરણમાં ઠંડક પ્રસરી છે.

ખેડૂતો ચિંતાતુર બન્યા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા અને મોરવા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ વરસાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સૂકા ઘાસચારાને પલળતો બચાવવા કરી દોડધામ કરી રહ્યા છે. તો ગઈકાલે ખૂબ જ ગરમી બાદ આજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વીજળી ઉત્પન્ન કરતી સોલાર પ્લેટો થઈ ક્ષતિગ્રસ્ત
પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન વરસાદ સાથે પડ્યો છે. ભારે પવનના કારણે ફાંગલી ગામ ખાતે મંદિરનો શેડ ઉડી ગયો છે. તો ચારણકા ગામ ખાતે આવેલ સોલાર પાર્કમાં વીજળી ઉત્પન્ન કરતી સોલાર પ્લેટો ક્ષતિગ્રસ્ત થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ