બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Rain in UP-Bihar snowfall from Uttarakhand to Kashmir be ready for New Western Disturbance
Weather Forecast Today: અત્યારે આખા દેશમાં ક્યારેક ઠંડી, ક્યારેક વરસાદ અને ક્યારેક ગરમીનો ખેલ ચાલુ રહે છે અને હવામાનમાં અચાનક ફેરફાર ચાલુ રહી શકે છે. IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે એવી શક્યતા વ્યક્ત કરી છે કે મંગળવારની રાતથી એટલે કે 5 માર્ચની રાતથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેના કારણે હવામાનમાં ઝડપી ફેરફાર શક્ય છે.
ADVERTISEMENT

માર્ચના પહેલા અઠવાડિયામાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ગુલાબી ઠંડી ચાલુ રહે છે. એવામાં હવે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો એ ફરી એકવાર દેશના હવામાનમાં પરિવર્તન લાવી શકે છે. તેની અસરને કારણે પહાડી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, આજથી 7 માર્ચની રાત્રિ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. જો કે અન્ય રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેશે. ખેડૂતોને પણ મોટી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં આજથી 7 માર્ચ સુધી છૂટોછવાયો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલયમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.

ADVERTISEMENT
હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ છે. આ સમયગાળા દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળોએ, ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો, પશ્ચિમ બંગાળના ગંગા કાંઠાના વિસ્તારો, ઝારખંડ, બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. તેમજ જોરદાર પવન ફૂંકાયો હતો.
ADVERTISEMENT
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે પૂર્વી મધ્ય પ્રદેશ, ઉત્તરી તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી એક-બે દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે હળવો કે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન રાયલસીમા અને કેરળમાં હવામાન ગરમ રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.