બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain in most parts of the state in the third round of rains in Gujarat

ચોમાસું 2023 / અમદાવાદમાં પોણા 5 ઈંચ વરસાદ, જૂનાગઢ-જલાલપોરમાં જળબંબાકાર, જુઓ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ પડ્યો

Malay

Last Updated: 08:37 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં ખાબક્યો છે.

 

  • રાજ્યનાં 234 તાલુકામાં વરસાદ 
  • સૌથી વધુ નવસારીમાં સવા 12 ઈંચ 
  • જૂનાગઢમાં પોણા 10 ઈંચ વરસાદ 

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ડેમોમાં પાણીની આવક વધી છો. તો રસ્તાઓ અને ખેતરો બેટમાં ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં ખાબક્યો છે. 24 કલાકમાં સવા 12 ઈંચ વરસાદથી નવસારીમાં જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. જ્યારે જલાલપોરમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢમાં પોણા 10 ઈંચ વરસાદ
જૂનાગઢમાં પણ છેલ્લા 24 કલાકમાં પોણા 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા તો ક્યાંક વાહનો તણાઈ ગયાં છે. જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. ભારે વરસાદના કારણે જૂનાગઢના અનેક વિસ્તારોમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે. તો અનેક વાહનો અને ઢોર-ઢાંખર પણ તણાઈ ગયાં છે. 

આ વિસ્તારમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં 7 ઈંચ, ખંભાળિયામાં 7 ઈંચ, ખેરગામમાં 6.5 ઈંચ, વલ્લભીપુરમાં 6.5 ઈંચ, ઉમરાળામાં 6.5 ઈંચ, વિસાવદરમાં સવા 6 ઈંચ, ગણદેવીમાં પોણા 6 ઈંચ, વાગરામાં પોણા 6 ઈંચ, બોટાદમાં સવા 6 ઈંચ, કેશોદમાં 5 ઈંચ, મહુવામાં પોણા 5 ઈંચ, અમદાવાદમાં પોણા 5 ઈંચ, સાણંદમાં સવા 4 ઈંચ, વંથલીમાં સવા 4 ઈંચ, દેહગામમાં પોણા 4 ઈંચ, મહુવા-સુરતમાં પોણા 4 ઈંચ, કરજણમાં 3.5 ઈંચ, ચોર્યાસીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

CM ભૂપેન્દ્ર પટેલે યોજી હતી બેઠક
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈ ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ વરસાદ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટર પણ બેઠકમાં જોડાયા હતા. સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરના કલેક્ટર જોડાયા હતા. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી પણ જોડાયા હતા. સાથે જ મુખ્ય સચિવ રાજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

આલોક પાંડેએ યોજી હતી પત્રકાર પરિષદ
આ બેઠકને લઈ રાહત કમિશનર આલોક પાંડેએ પત્રકાર પરિષદ યોજી હતી. આલોક પાંડેએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને જૂનાગઢમાં વરસેલા વરસાદ અને ત્યાંની પરિસ્થિતિને લઈ માહિતી આપી હતી. તેમજ રાજ્યમાં વહિવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલા અને બચાવ કામગીરીની માહિતી આપી હતી. જેમાં રોડ-રસ્તા, સ્થળાંતર, રેસ્ક્યૂ અને બચાવ કામગીરી વિશે માહિતી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ