બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / rain effect on india vs pakistan match scenario in asia cup 2023 super 4-rohit

એશિયા કપ 2023 / વરસાદથી ધોવાઈ જાય તો રોહિત-ગિલની મહેનતનું શું થશે? જાણો પાકિસ્તાનને કેટલો મળશે ટાર્ગેટ

Hiralal

Last Updated: 06:45 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની સુપર-4માં ભારત અને પાકિસ્તાનની મેચ વરસાદને કારણે બંધ રાખી દેવાઈ છે અને જો વરસાદને કારણે મેચ રદ થાય તો પાકિસ્તાનને નવો ટાર્ગેટ મળી શકે છે.

  • શ્રીલંકામાં ભારત-પાકની મેચમાં વરસાદી વિઘ્ન
  • વરસાદથી રમત બંધ થતાં સુધી ભારતે બનાવ્યાં 147 રન 
  • મેચના શરુ થવાને આધારે પાકિસ્તાનને અલગ અલગ ટાર્ગેટ મળી શકે 

એશિયા કપ 2023ના સુપર-4માં કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મુકાબલો રમાઇ રહ્યો છે. પરંતુ વરસાદે આ મેચમાં વિઘ્ન નાંખ્યું છે. કોલંબોમાં ભારે વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી છે. પીચને કવર્સથી ઢાંકી દેવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલી મેચ પણ વરસાદને કારણે ધોવાઈ હતી આને પરિણામે બન્ને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો. હવે ફરી વાર આવી સ્થિતિ સર્જાઈ છે. 

રોહિત શર્મા અને શુભમન ગિલની 121 રનની પાર્ટનરશીપ 
મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ભારતીય ટીમે ઓપનિંગમાં દમદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને 121 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

રોહિત અને ગિલે તોફાની ફિફ્ટી ફટકારી
ભારતીય કેપ્ટન રોહિતે આ મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં 56 રન બનાવ્યા હતા જેમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે. રોહિતે 42 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રન કર્યા હતા. પરંતુ બંનેની ઈનિંગ બાદ વરસાદ પડતા રમત બંધ થઈ ગઈ હતી.

વરસાદથી રમત બંધ થતાં સુધી ભારતે બનાવ્યાં 147 રન 
વરસાદને કારણે રમત બંધ થઈ ત્યાં સુધી ભારતીય ટીમે 2 વિકેટે 147 રન બનાવ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલી 8 રને અણનમ રહ્યો હતો અને કેએલ રાહુલે 17 રન બનાવ્યા હતા. 

વરસાદના કારણે ગેમ નહીં યોજાય તો શું થશે? 
હવે ફેન્સના મનમાં સવાલ ચોક્કસથી થશે કે વરસાદના કારણે ગેમ નહીં યોજાય તો શું થશે? બીજું એ કે જો વરસાદ મોડેથી અટકે અને ભારતની ઇનિંગ્સ ન થાય તો પાકિસ્તાનને કેટલી ઓવરમાં કેટલો ટાર્ગેટ મળશે. 

મેચ રિઝર્વ ડેમાં પણ યોજાઈ શકે 
જો આજે વરસાદ બંધ નહીં થાય તો બીજા દિવસે રિઝર્વ ડેના દિવસે મેચ યોજાશે. હકીકતમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ ફાઇનલ ઉપરાંત ભારત-પાકિસ્તાનની મેચ માટે રિઝર્વ-ડે રાખ્યો છે. આવી સ્થિતિમાં, ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી.  ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ હતી, જેને વરસાદના કારણે રદ્દ કરવી પડી હતી.
જો આજે (10 સપ્ટેમ્બર) વરસાદ થોડો મોડો અટકે છે, તો તે સ્થિતિમાં ભારતીય ટીમને બેટિંગ કરવા દેવામાં આવશે નહીં. તેમજ સમય પ્રમાણે વરસાદ અટકે ત્યારે 20થી 24 ઓવર રમી શકાય છે. એવામાં પાકિસ્તાની ટીમને અલગ-અલગ ઓવરના મામલે ટાર્ગેટ મળી શકે છે.

પાકિસ્તાનને કેટલો ટાર્ગેટ મળી શકે 

20 ઓવરમાં -181 રન  ટાર્ગેટ 
21 ઓવરમાં- 187 રન  ટાર્ગેટ 
22 ઓવરમાં-194 રન  ટાર્ગેટ 
23 ઓવરમાં 200 રનનો ટાર્ગેટ 
24 ઓવરમાં 206 રનનો ટાર્ગેટ 

ભારત-પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન 

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

પાકિસ્તાનની ટીમ : ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરીસ રઉફ.


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ