ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:38 AM, 7 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય રેલવે યાત્રિકોને રિટાયરિંગ રૂમની સુવિધા પ્રદાન કરે છે. IRCTC દ્વારા આ સુવિધા આપવામાં આવે છે. કોઈપણ યાત્રી આ રિટાયરિંગ રૂમ બુક કરી શકે છે. કોઈ યાત્રીની ટ્રેન લેટ હોય અને એક ટ્રેન પછી બીજી ટ્રેનમાં બેસવાનું હોય તો રિટાયરિંગ રૂમ કામ આવી શકે છે. રિટાયરિંગ રૂમ હરતા ફરતા રૂમ નથી, પરંતુ તેમાં યાત્રીકોને તેમાં સારી સુવિધા આપવામાં આવે છે. જેથી યાત્રીએ હોટલ શોધવાની જરૂર પડતી નથી. જો તમે પણ સ્ટેશનની આસપાસ હોટલ શોધો તો તે મોંઘા હોય છે અને સસ્તી હોટલની સ્થિતિ સારી હોતી નથી. રેલવેના રિટાયરિંગ રૂમમાં સાફ, સફાઈ સહિત સુરક્ષિત તથા આરામદાયક સુવિધા આપવામાં છે.
રિટાયરિંગ રૂમની કિંમત
રિટાયરિંગ રૂમની કિંમતો ખૂબ જ ઓછી હોય છે. આ રૂમની કિંમત 100 રૂપિયાથી 700 રૂપિયા સુધીની હોય છે. આ રિટાયરિંગ રૂમમાં એસી તથા NON એસી રૂમના વિકલ્પ પણ આપવામાં આવે છે. IRCTCની વેબસાઈટ અથવા એપ્લિકેશનથી રિટાયરિંગ રૂમ બુક કરી શકાય છે. અલગ અલગ સ્ટેશન પરના રિટાયરિંગ રૂમની કિંમતો અલગ અલગ હોય છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 12 કલાક માટે NON એસી રૂમની કિંમત 150 રૂપિયા છે અને 24 કલાક માટે એસી રૂમની કિંમત 450 રૂપિયા છે.
ADVERTISEMENT
રિટાયરિંગ રૂમ બુક
1 કલાકથી 48 કલાક સુધી રિટાયરિંગ રૂમ બુક કરી શકાય છે. કેટલાક રેલવે સ્ટેશન પર પ્રતિ કલાકના હિસાબે બુકિંગ કરવામાં આવે છે. રિટાયરિંગ રૂમ બુક કરવા માટે IRCTCની વેબસાઈટ અથવા એપ્લિકેશન પર લોગિન કરો. હવે માય બુકિંગ ઓપ્શન પર ક્લિક કરો અને રિટાયરિંગ રૂમ વિકલ્પની પસંદગી કરો. પેમેન્ટ કરીને રૂમનું બુકિંગ કરી શકો છો. લોગિન કર્યા પછી PNR નંબર નાખવાનો રહેશે, ત્યારપછી તમારા નામથી રૂમ બુક થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો